________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રર]
[સ્વાનુભૂતિદર્શન સમાધાન - તેનો અર્થ શું કરવો? તે કાંઈ વાણીમાં આવે એવું થોડું છે? આત્મા તો અદ્ભુત છે, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય કોઈ જુદા છે. અનંતકાળથી આકુળતા હતી તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે તે નિર્વિકલ્પદશામાં પ્રગટ થાય છે. આત્મા સ્વયં આનંદ સ્વભાવે જ છે. એટલે કે આત્મામાં આનંદ આદિ અનંતગુણો છે અને તેમાં આત્મા પરિણમન કરતો હોય છે. અર્થાત્ આત્મામાં અનેક જાતની ક્રિયાઓ ઉત્પન્ન થાય છે-તરંગો ઉઠતા હોય છે, અને તેમાં તે રમણતા કરતો હોય છે. આવો આત્માનો સ્વભાવ છે. આત્મામાં આનંદ આદિ અનંતગુણ છે અને તેની પર્યાયોના-પરિણમનના તરંગ ઊઠતા હોય છે એવો અર્થ છે. બાકી વાણીમાં તેને માટે કોઈ ઉપમા છે નહિ, સિદ્ધભગવાનને પૂર્ણ આનંદ છે અને આ સ્વાનુભૂતિમાં તેનો અંશ છે, પણ તે જ જાત છે. આત્મા પોતે અસ્તિત્વરૂપ છે, અવસ્તુ નથી. તથા તે અસ્તિત્વ જાગૃત સ્વરૂપ છે. એટલે જ્યાં આકુળતાથી છૂટયો ત્યાં આત્મામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે. અને તેથી આનંદ તરંગમાં રમી રહ્યો હતો” એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે.
કહેવા માટે શબ્દો દ્વારા કહેવાય કે ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, ડોલી રહ્યો હતો, પણ તે બધાના અર્થમાં ઊંડાણ છે. તેના સ્વભાવમાં અદ્ભુતતા છે. શબ્દથી એમ કહેવાય કે તરંગમાં ડોલતો હતો, ઝૂલતો હતો. બાકી તેના ભાવમાં ઊંડાણ રહેલું છે. તે કાંઈ દષ્ટાંતથી ખ્યાલમાં ન આવે. સાગરમાં ઝૂલતો હતો, તરંગોમાં ડોલતો હતો એવાં બહારના દષ્ટાંત આવે, બાકી વસ્તુ તો કોઈ જુદી છે. એ તો સ્વાનુભૂતિમાં વેદે તેને ખ્યાલમાં આવે, અર્થાત્ સ્વાનુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વેદના થાય છે.
સ્વાનુભૂતિની અદ્દભુતતામાં ઊંડાણ રહેલું છે. તેના વિષે સમયસારના અમૃતચંદ્રાચાર્યના કળશમાં ઘણું આવે છે. આત્મા એવો અદ્દભુતા-અદ્દભુતમ્ છે કે તેનો શાંત રસ લોક પર્યત ઊછળી રહ્યો છે, આત્મા ડોલાયમાન થઈ રહ્યો છે એમ સમયસારના કળશમાં આવે છે.
વળી આત્મામાં આનંદગુણ છે તેને વિકલ્પ-રાગની કે બાહ્ય પદાર્થની અર્થાત્ દેવલોકનાં ને ચક્રવર્તીનાં કોઈ સુખોની અપેક્ષા નથી. આત્મા સ્વયં આનંદ સ્વરૂપ જ છે, તેથી તે આનંદ પણ નિરપેક્ષ-કોઈની અપેક્ષા વગરનો છે. જ્ઞાયક આત્મામાં જ્ઞાનાદિ અનંતગુણ છે, પણ તેમાં આનંદગુણને મુખ્ય કરીને આ વાત કરવામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com