________________
सूत्रार्थमुक्तावलिः अथ शास्त्रीयोपक्रमभेदानाह-- आनुपूर्वीनामप्रमाणवक्तव्यताऽर्थाधिकारसमवतारभेदतष्षड्विधः शास्त्रीयः ॥१०॥
आनुपूर्वीति, पूर्वस्यानु पश्चादनुपूर्व तस्य भावेऽर्थे ष्यजन्तेनानुपूर्व्यशब्देन षित्वात्स्त्रीत्वे डीषिकृते आनुपूर्वीति निष्पत्ति: त्र्यादिवस्तुसमूहः, आनुपूर्वी अनुक्रम: अनुपरिपाटीति पर्यायाः । जीवगतनामादिपर्यायाजीवगतरूपादिपर्यायानुसारेण प्रतिवस्तु भेदेन नमति तदभिधायकतया प्रवर्त्तत इति नाम वस्त्वभिधानमित्यर्थः । धान्यद्रव्यादि प्रमीयते परिच्छिद्यतेऽनेनेति प्रमाणं, असृतिप्रसृत्यादि, अथवा इदञ्चेदञ्च स्वरूपमस्य भवतीत्येवं प्रतिनियतस्वरूपतया प्रत्येकं प्रमीयते परिच्छिद्यते यत्तत्प्रमाणं अध्ययनादिषु प्रत्यवयवं यथासम्भवं प्रतिनियतार्थकथनं वक्तव्यता, यो यस्य सामायिकाद्यध्ययनस्यात्मीयोऽर्थस्तुदुत्कीर्तनमर्थाधिकारः । वस्तूनां स्वपरोभयेष्वन्तर्भावचिन्तनं समवतार इत्येवं शास्त्रीयोपक्रमः પર રૂત્યર્થ: ૨.
શાસ્ત્રીય ઉપક્રમના ભેદને કહે છે -
સૂત્ર-શાસ્ત્રીય ઉપક્રમ-આનુપૂર્વી-નામ-પ્રમાણ-વક્તવ્યતા-અર્વાધિકાર-સમવતાર ભેદથી છ પ્રકાર છે.
જે પૂર્વની પછી થાય તે આનુપૂર્વ કહેવાય, તેને ભાવ અર્થમાં થમ્ પ્રત્યય થતો હોવાથી આનુપૂર્થ શબ્દ બને અને યગુ પ્રત્યય થઈ હોવાના કારણે સ્ત્રી લિંગમાં ફ્રી પ્રત્યય કરાયે છતે ત્રણ વિગેરે વસ્તુના સમૂહ અર્થવાળો આનુપૂર્વી એવો શબ્દ થાય. આનુપૂર્વી-અનુક્રમઅનુપરિપાટી એ પર્યાયવાચી શબ્દો છે.
જીવમાં રહેલા નામ વિગેરે પર્યાયો અને અજીવમાં રહેલા રૂપ પર્યાયોના અનુસાર દરેક વસ્તુ ભેદથી અભિહિત થાય છે. એટલે કે તેના અભિધાયક રૂપે (કહેનાર નામરૂપે) પ્રવર્તે છે. તેથી વસ્તુનું અભિધાન એવા અર્થવાળો નામ શબ્દ છે.
ધાન્ય વિગેરે મપાય જણાય) તે પ્રમાણ, અશ્રુતિ વિગેરે સ્વરૂપ આનું છે એ પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપપણે પ્રત્યેક વસ્તુ મપાય છે (જણાય છે.) તે પ્રમાણ,
અધ્યયન વિગેરે દરેક અવયવનું યથાસંભવ-ચોક્કસ અર્થનું કહેવું તે વક્તવ્યતા, જે સામાયિક વિગેરે અધ્યયનો જે પોતાનો અર્થ તેનું ઉત્કીર્તન કરવું તે અર્વાધિકાર.
વસ્તુઓનો સ્વ-પર અને ઉભયમાં જે અંતર્ભાવનું ચિંતન કરવું તે સમવતાર તે પ્રમાણે છે પ્રકારનો શાસ્ત્રીય ઉપક્રમ છે.