________________
सूत्रार्थमुक्तावलिः
ભૂતકાળમાં થઈ ગયેલા ઉપક્રમ કારણત્વ નામના પર્યાયને અપેક્ષિને આ ચેતના રહિત શરીરનું દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે એટલે દોષ નથી.
३६
વિવક્ષિત પર્યાયને યોગ્ય તે ભવ્ય, ભવિષ્યકાળમાં જિનેશ્વર વડે કહેવાયેલા ભાવથી ઉપક્રમ એવા આ પદને શીખશે, તેથી ત્યારે શરીરમાં આગમનો અભાવ હોવાથી જીવથી અધિષ્ઠિત એવું શરીરનો આગમને આશ્રયીને ભવ્ય શરીર દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે.
જો કે આ શરીરમાં આગમનો અભાવ હોવાથી તેનું કારણત્વ પણ નથી. કાર્ય ન હોય તો પણ કારણ માનવામાં આવે તો અતિ પ્રસંગ થાય, તેથી કાર્યના અભાવમાં વસ્તુના કારણત્વમાં અસંભવ છે. તો પણ ભવિષ્યમાં થનારા એવા પણ ઘીના આધારપણાના પર્યાયવાળા એવા ઘડામાં આ ઘીનો ઘડો છે. એવો વ્યપદેશ (કથન) થઈ શકે છે. તેમ અહીં પણ ભવિષ્ય પર્યાયોને અનુસરવાના સ્વીકારવાળા ૫૨ નયની અનુવૃત્તિથી તેવી રીતે કહી શકાય છે. આ પ્રમાણે દ્રવ્ય આવશ્યક વિચારવું.
જ્ઞશરી૨ અને ભવ્ય શરીર ઉભયથી વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક તો લૌકિક કુપ્રાવચનિક અને લોકોત્તરી એમ ત્રણ ભેદવાળું છે અને તેનું સ્વરૂપ અનુયોગ ભેદ દ્વારથી જાણવું, તદ્ વ્યતિરિક્ત ઉભય ઉપક્રમ સચિત્ત, દ્રવ્ય, અચિત્ત દ્રવ્ય અને મિશ્ર દ્રવ્યના ભેદથી ત્રણ પ્રકારનું છે. ત્યાં આદ્ય એવું પણ સચિત્ત દ્રવ્ય દ્વિપદ-ચતુષ્પદ અને અપદના ભેદથી ત્રણ પ્રકારનું છે.
નટ-નર્તક વિગેરેને દ્વિપદોને ઘી વિગેરેના ઉપયોગથી જે બલ વર્ણ વિગેરેમાં ફેરફાર કરવો તે અવસ્થિત (અમુક પ્રકારે રહેલી) એવી વસ્તુનું અમુક પ્રકારના ગુણોના આધાન (આરોપણ) સ્વરૂપ હોવાથી પરિકર્મવાળું સચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે.
વળી આ દ્વિપદોનો ખડ્ગ વિગેરેથી નાશ કરાય છે ત્યારે તે વસ્તુના નાશ વિષયવાળું સચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય. એ જ પ્રમાણે અશ્વાદિ ચતુષ્પદોને શિક્ષાગુણથી વિશેષ કરવું તે પરિકર્મ વિષયવાળો સચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય. વળી ખડ્ગ વિગેરેથી તેનો નાશ કરવો તે વસ્તુના નાશ વિષયવાળો સચિત્ત દ્રવ્ય ઉપક્રમ છે.
અપદ એવા વૃક્ષાદિમાં વૃક્ષના આયુર્વેદના ઉપદેશથી વૃદ્ધ વિગેરે ગુણોનું આપાદાન કરવું અને ખાડામાં નાંખવું, કોદ્રવના નામના ધાન્યના પરાળમાં (ધાન્ય વગરના અનાજની સોટીના કુંડામાં) ઢાંકવા વિગેરેથી જલ્દીથી તેના ફળોનો પાક વિગેરે કરવું તે પરિકર્મ વિષયવાળું સચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય અને શસ્ત્ર વિગેરે મૂળથી નાશ કરવું તે વસ્તુના નાશ વિષયવાળું સચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય.
ટુકડા વિગેરે અચિત્ત દ્રવ્યનું ઉપાય વિશેષથી મધુરતા વિગેરે વિશેષ ગુણોનું કરવું અને સર્વથા વિનાશ કરવો તે અચિત્ત દ્રવ્ય ઉપક્રમ, કંકુ આદિથી શણગારાયેલા અને અલંકારાદિથી