________________
३७
अनुयोगद्वार શણગારાયેલા એવા ઘોડા વિગેરેનું જે શિક્ષા વિશેષ ગુણોનું કરવું અને ખગ્ન વિગેરેથી વિનાશ કરવો તે મિશ્ર દ્રવ્ય ઉપક્રમ, કારણ કે અશ્વ સચેતન અને અલંકાર વિગેરે અચેતન છે.
હળ (કુલિશ એક પ્રકારનું ઝાડ) વિગેરેથી ક્ષેત્રોને જે બીજ વાવવા યોગ્યતાને પમાડાય છે. તે પરિકર્મ વિષયવાળો ક્ષેત્ર ઉપક્રમ તે ક્ષેત્રો જ જ્યારે નાશ કરાય છે. ત્યારે વસ્તુના વિષયવાળું ક્ષેત્ર ઉપક્રમ.
હાથીઓના મૂત્ર-વિઝા વિગેરેથી બળેલા ખેતરોમાં બીજ ઉગતા નહિ હોવાના કારણે ખેતરો નષ્ટ થયા એવું કહેવાય છે. ખેતર વિગેરેમાં રહેલા પૃથ્વી વિગેરે દ્રવ્યોનો જ પરિકર્મ અને વિનાશ કરવામાં આવતો હોવાથી આ દ્રવ્ય ઉપક્રમ જ કહેવાય એમ ન કહેવું. ખેતર તો આકાશ સ્વરૂપ છે એટલે અમૂર્ત હોવાથી મુખ્યતાયે તેના ઉપક્રમનો અસંભવ હોવાથી તે ક્ષેત્રના આધેયભૂત તેવા દ્રવ્યના ઉપક્રમનો જ આધારભૂત એવા ક્ષેત્રનો ઉપચાર કરે છે.
મંચાક્રોશત્તિ' (માંચડાઓ અવાજ કરે છે.) ઈત્યાદિમાં આધેયભૂત એવા (માંચડા પર રહેલા લોકો) ધર્મના ઉપચારનું આધારભૂત એવા મંચાદિમાં દર્શન થાય જ છે. આ પ્રમાણે આધારમાં આધેયનો ઉપચાર થતો હોવાથી આધાર એવા ક્ષેત્રમાં આધેય એવા દ્રવ્ય ઉપક્રમનો ઉપચાર કરેલો છે.
તાંબા વિગેરે ઘડીયાળથી અથવા શંકુના પડછાયા વિગેરેથી (શંકુ-પડછાયાના માપ માટે લાકડાનો ખીલો) અથવા નક્ષત્રના સંચાર વિગેરેથી આટલો પોરિસી વિગેરેનો કાળ પસાર થયેલો છે. એમ જે જ્ઞાન થવું તે પરિકર્મ વિષયવાળો કાલ ઉપક્રમ. જેવા પ્રકારનું છે તેવા પ્રકારનું જ્ઞાન જ અહીં પરિકર્મ સ્વરૂપ છે અને જે નક્ષત્ર વિગેરેના સંચારથી કાલનો નાશ થવો તે વસ્તુ નાશ વિષયવાળો કાલ ઉપક્રમ, આ ગ્રહ નક્ષત્ર વિગેરેના સંચારથી કાલનો નાશ કરાયો તેથી હવે ધાન્ય વિગેરે સંપત્તિઓ થશે નહિ તેવો વ્યવહાર થાય જ છે.
આગમ-નોઆગમ-દ્રવ્ય ઉપક્રમ બે પ્રકારનો છે. ઉપક્રમ શબ્દાર્થજ્ઞ અને તેમાં ઉપયોગવાળો તે આગમત ભાવ ઉપક્રમ, પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી નો આગમત ભાવ ઉપક્રમ છે. અહીં બીજા અભિપ્રાયનું જેવું હોય તેવું જ્ઞાન થવું તે ભાવઉપક્રમ, બ્રાહ્મણીથી-વેશ્યાથી-પ્રધાનથી જે બીજાના ભાવનું યથાવત્ પરિજ્ઞાન સ્વરૂપ ઉપક્રમ કરાયું તે સંસારના ફળ સ્વરૂપ હોવાથી અપ્રશસ્ત સ્વરૂપ છે.
શ્રુતાદિ નિમિત્તે ગુરુ આદિના ભાવોનું જે ઉપક્રમ તે પ્રશસ્તભાવ ઉપક્રમ કહેવાય, ગુરુના ભાવનો ઉપક્રમ જ મુખ્ય વ્યાખ્યાનનો અંગ છે. તેથી વ્યાખ્યાનમાં જે ઉપકારી હોય તે જ કહેવું જોઈએ, વળી ગુરુભાવ ઉપક્રમ અપ્રસ્તુત છે, કારણ કે, વ્યાખ્યાનને અનુઉપકારી છે એ પ્રમાણે શંકા નિરસન (ખંડિત) થઈ.