________________
अनुयोगद्वार
३५
ઘરની વાવડી, અશોક વન વિગેરેથી શોભેલ એવો પ્રાસાદ (રાજમહેલ) આદિનો પ્રદેશ તે રાજાદિનો આવાસ કહેવાય છે. ત્યાં જલ-વૃક્ષ સચેતન છે અને ઇંડા-કાષ્ઠ વિગેરે અજીવ છે. તે બન્નેથી નિષ્પન્ન તે ઉભય થાય છે એટલે ઉભયનું આવાસક નામ થાય છે.
સંપૂર્ણ નગરાદિ રાજાદિનો આવાસ છે એવા અભિપ્રાયથી ઘણા જીવોનું-અજીવોનું-ઉભયનું આવાસક નામ થાય છે.
| ક્રિયા અને ક્રિયાવાળાનો અભેદ ઉપચાર થતો હોવાથી ઉપક્રમ અને તેના કરનાર લૌકિક સાધુ વિગેરેનો અભેદથી કાષ્ટકર્મ-ચિત્રકર્મ-અક્ષ-વરાટક વિગેરેમાં, એક અથવા અનેક, અથવા ઉપક્રમ ક્રિયા અથવા લૌકિક સાધુ વિગેરે સદ્ભાવ અથવા અસદૂભાવ સ્થાપનાથી સ્થપાય છે. તે સ્થાપના ઉપક્રમ, તે પ્રમાણે સ્થાપના આવશ્યક વિચારવું.
હમણાં ઉપક્રમના ઉપયોગથી શૂન્ય એવા સાધુ વિગેરેના દેહ આદિ તે દ્રવ્ય ઉપક્રમ, તે આગમને આશ્રયીને અને નોઆગમ આશ્રયીને તેમ બે પ્રકારે છે.
ગુરુ વડે જે કોઈને ઉપક્રમનું સ્વરૂપ શીખવાડાયું, પરાવર્તનથી શીઘ્ર ઉપસ્થિત થતું હોવાથી, અવિસ્મરણથી ચિત્તમાં સ્થિર થયેલું, અહીનાક્ષર-અનત્યક્ષર વિગેરે સ્વરૂપથી સ્થિર થયેલું. જયારે તે જીવ તેના ઉપયોગમાં વર્તતો નથી ત્યારે આગમને આશ્રયીને દ્રવ્ય ઉપક્રમ કહેવાય.
આગમથી આનો દ્રવ્ય ઉપક્રમ કેવી રીતે થાય. કારણ કે આગમ તો જ્ઞાન સ્વરૂપ હોવાથી ભાવ સ્વરૂપ છે.
આગમના કારણ ભૂત એવા આત્માની, તેનાથી અધિષ્ઠિત એવા દેહની અને ઉપયોગથી શૂન્ય એવા આગમના ઉચ્ચારણ શબ્દની અહીં વિદ્યમાનતા હોવાથી આગમની સાક્ષાત્ વિદ્યમાનતા નથી. પરંતુ કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી, તેઓ આગમ સ્વરૂપ જ છે અને દ્રવ્ય એ વિવલિત ભાવનું કારણ થાય છે. એટલે આગમને આશ્રયિને દ્રવ્ય ઉપક્રમ કહેવાયો.
નોઆગમને આશ્રયને દ્રવ્ય ઉપક્રમ, જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદુભયથી વ્યતિરિક્ત એવા ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર, ભવ્ય શરીર-તંદુભય વ્યતિરેક આગમના અભાવને આશ્રિયને દ્રવ્ય ઉપક્રમ છે. ત્યાં ઉપક્રમ પદના અભિધેયને જાણતા એવા આત્માનું જે શરીર જીવ વડે ત્યજાયું તે શરીર અતીત ઉપક્રમભાવનું કારણ હોવાથી ત્યારે સર્વથા આગમ રહિત હોવાના કારણે નોઆગમ આશ્રયીને જ્ઞશરીર દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. જો કે ગયેલા ચેતનાવાળા શરીરનું દ્રવ્ય ઉપક્રમવા છે નહિ. કારણ કે, ઉપક્રમનું કારણ જ દ્રવ્ય ઉપક્રમ છે અને કારણ તો ચેતનાથી અધિક્તિ હોય છે. અન્યથા (ચેતનાથી અધિષ્ઠિત ન હોય એવું પણ શરીર કારણ હોઈ શકે તો) અતિ પ્રસંગ આવે છે, તો પણ નાંખીને કઢાયું છે. ઘી જેમાંથી એવા ઘડાને ઘીનો વ્યપદેશ કરાય છે. એની જેમ અતીત પર્યાયોને અનુસરવાનું અને અભ્યાગમ (સ્વીકારવાળા) પર નયની અનુવૃત્તિથી,