Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪.૭
૨૫ શંકા - બહુવ્રીહિ સમાસ અન્યપદાર્થપ્રધાન હોય છે, અર્થાત્ તે પોતાનાં ઘટકીભૂત (= પોતામાં વર્તતા) પદાર્થો કરતા ભિન્ન એવા અન્ય પદાર્થને જણાવે છે. તેથી વાક્યગત ક્રિયાઓની સાથે બહુવ્રીહિ સમાસ- વાગ્યે અન્ય પદાર્થનો જ અન્વય થઇ શકે, સમાસના ઘટકીભૂત પદાર્થોનો નહીં. દા.ત. ત્રિપુરાનીયતામ્' આમ કહેવામાં આવતા જેની રંગબેરંગી ગાયો છે તેવો વ્યકિત જ લવાય છે, ગાયો નહીં. અર્થાત્ ચિત્ર આ બહુવ્રીહિ સમાસવાગ્યા અન્યપદાર્થભૂત વ્યક્તિનો જ આનયન ક્રિયામાં અન્વય થાય છે, સમાસના ઘટકીભૂત ચિત્રગાયોનો નહીં. પ્રસ્તુતમાં સૂત્રવર્તી સર્વાદિ શબ્દસ્થળે પણ બહુવ્રીહિ સમાસ થયો હોવાથી તે સર્વશબ્દ છે આદિમાં જેઓના એવા વિશ્વ-૩૫૩મવિગેરેના સમુદાય રૂપ અન્ય પદાર્થને જ જણાવે. તેથી આ સૂત્રથી - આદેશ રૂપ કાર્ય સર્વાસિમાસવા અન્યપદાર્થભૂત વિશ્વ-મ-૩મય વિગેરેના સમુદાય સંબંધી કે પ્રત્યયોને સ્થાને જ થઈ શકે, સર્વ શબ્દ સંબંધી ફેસ પ્રત્યયોને સ્થાને નહીં. અર્થાત્ સેકસિ પ્રત્યયોને સ્થાને થતી - ભવનક્રિયામાં સર્વાદિ શબ્દવા અન્ય પદાર્થભૂત વિશ્વ-૩૫-૩મા વિગેરે શબ્દસમુદાયનો જ અન્વય થઇ શકે, સમાસના ઘટકીભૂત સર્વ શબ્દનો નહીં. તો તમે સર્વ શબ્દ સંબંધી સેકસિ પ્રત્યયોને સ્થાને અનુક્રમે એમ આદેશ શી રીતે કરશો?
સમાધાન - આ આપત્તિ નહીં આવે. કારણ કે ચિત્ર બહુવતિ સમાસનો અમે 'વિત્રી વો ય ' વિગ્રહન કરતા ‘વિત્ર વો વચ' આટલો જ વિગ્રહ કરી સમાસ કરીશું. જેથી ષષ્ઠચા ય પદવાચ્ય અન્ય પદાર્થ ગોવાળ વ્યધિકરણત્વેના વિશેષણ બનશે, અને ચિત્રરૂપવિશિષ્ટ ગાયો પ્રથમાન્ત વ: પદવાચ્ય હોવાથી વિશેષ = પ્રધાન બનતા તેમનો પણ આનયન ક્રિયામાં અન્વય થશે. પૂર્વોક્ત રીતે વિગ્રહ કરતા અન્ય પદાર્થ પ્રધાન બનતો હોવાથી આનયન ક્રિયામાં ચિત્ર ગાયોનું ગ્રહણ થઇ શકતું ન હતું. પરંતુ હવે ચિત્રા જવો ' વિગ્રહમાં ચિત્ર ગાયો વિશેષ્ય બનતા પ્રધાનB) બનવાથી તેમનું પણ આનયન ક્રિયામાં ગ્રહણ થઇ શકે છે. એ જ રીતે સર્વાલિ શબ્દનો સર્વશઃ મલિઃ ' આમ વિગ્રહ કરતા થી પદવાણ્યે વિશ્વ, ૩૫, ૩મય વિગેરે સમુદાય વિશેષણ બનશે અને સર્વ શબ્દ વિશેષ્ય બનતા પ્રધાન બનવાથી ફેસિ પ્રત્યયોની સ્માત્ ભવનક્રિયામાં સર્વ શબ્દનું પણ ગ્રહણ થઇ શકશે.
(A) વિશેષણ બે પ્રકારના હોય છે: (i) સમાનાધિકરણ રૂપે = સરખી વિભકિતમાં હોવા રૂપે. જેમ કે - “નીનો
ઘટ:'અહીં બન્ને પદોને પ્રથમ વિભકિત છે અને વિશેષણ-વિશેષ્યભાવ છે. (ii) વ્યધિકરણ રૂપે = સરખી વિભક્તિમાં ન હોવા રૂપે. જેમ કે - “રાજ્ઞ: પુરુષ:' અહીં રાજ્ઞ: વિશેષણને ષષ્ઠી વિભકિત છે અને પુરુષ: વિશેષ્યને પ્રથમ વિભક્તિ છે. અહીં યાદ રાખવું કે વાક્યમાં વર્તતા દ્વિતીયા વિગેરે વિભત્યંત ગૌણનામાં પ્રથમ વિભક્તિમાં વર્તતા મુખ્યનામની વિશેષતા કરતા હોવાથી વિશેષણ બને. જ્યારે પ્રથમ વિભક્તિમાં વર્તતું મુખ્યનામ
તેઓથી વિશેષિત થતું હોવાથી વિશેષ્ય બને. (B) ક્રિયાનો અન્વય પ્રધાનની સાથે થાય.