Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકા ઃ- ૬ આગમ પૂર્વે પ્રિયત્રિ શબ્દસ્વરૂપને આશ્રયીને અને તિસૃ આદેશ થયા પછી પ્રિયંતિસૃ શબ્દસ્વરૂપને આશ્રયીને પ્રાપ્ત હોવાથી ‘શક્વાન્તરસ્ય પ્રાળુવન્નિધિરનિત્યો મતિ(A) ' ન્યાયાનુસારે તે અનિત્ય ગણાય અને ગ્ આગમ પૂર્વકની પ્રિયત્રિન્ + મ્યાન્ અને પ્રિયંત્રન્ + મિત્ વિગેરે અવસ્થાઓમાં ર્ આગમ વ્યવધાયક બનવાથી તિર્ આદેશ ન થઇ શકતા માત્ર પ્રિયંત્ર + ચામ્ અને પ્રિયત્રિ + મિસ્ વિગેરે અવસ્થાઓમાં જ થઇ શકતો હોવાથી તિર્ આદેશની અનિત્યતા પણ સ્પષ્ટપ્રાયઃ છે. આમ બન્ને વિધિઓ અનિત્ય હોવાથી ‘સ્પર્ષે ૭.૪.૧૧' સૂત્રાનુસારે પર એવા ‘ત્રિવતુર૦ ૨.૧.૧' સૂત્રથી થતી તિસૃ આદેશવિધિ પૂર્વે થવાથી ર્ આગમનું વ્યવધાન ન નડતા પ્રિયંતિકૃમ્યાત્ અને પ્રિયતિક્રૃમિઃ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકતા હોવાથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઇ જરૂર નથી.
૨૬૬
(અહીં આ વાત ધ્યાનમાં રાખવી કે ‘ત્રિચતુરસ્૦૨.૬.' સૂત્રવર્તી ત્રિ તે સૂત્રમાં વર્તતા સ્થાો પદવાચ્ય સ્યાદિપ્રત્યયો દ્વારા આક્ષિપ્ત નામ રૂપ પ્રકૃતિનું (‘ત્રિ એવું નામ' આ પ્રમાણે) વિશેષણ હોવાથી 'વિશેષળમન્તઃ ૭.૪.૨રૂ' પરિભાષા પ્રમાણે ત્રિ શબ્દાન્ત પ્રિયત્રિ વિગેરે નામોને તે સૂત્રથી તિસૃ આદેશની પ્રાપ્તિ આવે અને પ્રિયંત્રિ + યામ્, પ્રિયત્રિ + મિસ્ વિગેરે અવસ્થાઓમાં – આગમ પણ પ્રિયત્રિ અવયવીને જ થતો હોવાથી તિસૃ આદેશ રૂપ વિધિમાં તે વ્યવધાયક ન બનતા તિરૢ આદેશ ર્ આગમ થતા પૂર્વે અને ર્ આગમ થયા પછી ઉભય અવસ્થાઓમાં થઇ શકતો હોવાથી આમ તો તે નિત્ય ગણાય. પણ ‘નિર્વિશ્યમાનસ્વાઽવેશા પ્રવૃત્તિ)'ન્યાયાનુસારે તિરૃ આદેશ સમસ્ત પ્રિયત્રિ અવયવીનો ન થતા ‘ત્રિપતુરસ્॰ ૨.૨.' સૂત્રનિર્દિષ્ટ માત્ર ત્રિ અવયવનો જ થતો હોવાથી ર્ આગમ પૂર્વકની પ્રિયત્રિન્ + સ્વામ્ અને પ્રિયંત્રિન્ + મિત્ વિગેરે અવસ્થાઓમાં – આગમ વ્યવધાયક બનતા તિરૃ આદેશ ન થઇ શકવાથી તેને અનિત્ય કહ્યો છે.)
સમાધાન :- સૂત્રમાં સ્વરે પદ ન હોય અને આ સૂત્ર કરતા પર એવા ‘ત્રિચતુરસ્॰ ૨.૨.૧’ સૂત્રથી તિક્ આદેશ પૂર્વે થાય તો પણ ‘પુન: પ્રસ્તવિજ્ઞાનાસિદ્ધમ્ (પરિ.શે. રૂ૧)(C) 'ન્યાયાનુસારે પ્રિતિક્ + ધ્યાન્ અને પ્રિયંતિ! + મિત્ વિગેરે અવસ્થાઓમાં આ સૂત્રથી ર્ આગમની પ્રાપ્તિ વર્તતા મ્ આગમ થવાથી પ્રિયંતિક઼ભ્યામ્ અને પ્રિયતિવૃન્ત્રિઃ વિગેરે અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ આવે. તો અનિષ્ટપ્રયોગોનો આપાદક ર્ આગમ ન થાય તે માટે સૂત્રમાં સ્વરે પદ હોવું જરૂરી છે.
શંકા :- ‘પુનઃ પ્રસા॰' ન્યાયનો બાધક એવો ‘સત્ તે વિપ્રતિષેષે (=સ્પર્ષે) પર્ વાધિત તત્ વાધિતમેવ ' ન્યાય હોવાથી પ્રિયતિર્ + સ્વામ્ અને પ્રિયંતિ! + મિસ્ વિગેરે અવસ્થાઓમાં પુનઃ ર્ આગમ ન થઇ શકે. આશય એ છે કે એકસ્થળે અન્યત્ર સાવકાશ એવા જે બે સૂત્રોની પ્રાપ્તિ હોય તે બન્ને સૂત્રો સ્પર્ધા કહેવાય અને સ્પર્ધ (A) આ ન્યાયને લઇને આગમ શીરીતે અનિત્ય બને તેનો વિશેષ ખુલાસો આ જ સૂત્રના વિવરણમાં પૂર્વે કરી દીધો છે. (B) સૂત્રમાં જે શબ્દોના નિર્દેશ કર્યા હોય તે શબ્દોના જ આદેશો થાય છે.
(C) પરસૂત્ર દ્વારા પૂર્વસૂત્ર બાધિત હોય તો પણ પ્રસંગ વર્તતા પુનઃ પૂર્વસૂત્રની પ્રવૃત્તિ થઇ શકે છે.