Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
परिशिष्ट-३ પૈકીનો ભીનુ શબ્દ તો ‘મિયો હ૦ ૫.૨.૭૬' સૂત્રથી પો ધાતુને રુ પ્રત્યય લગાડી ‘
ગેડાવીનાં ૨.૩.૨૦૪' સૂત્રથી તે રુ ના સ્ નો નૂ આદેશ કરવાથી પણ નિષ્પન્ન થઇ શકે છે. તેથી ‘મિયો ૦ ૫.૨.૭૬' સૂત્રમાં તુ શબ્દ મૂકી નકામું માત્રાકૃતગૌરવ કરવાની પણ જરૂર નથી રહેતી. છતાં જો આ રીતે બીજુ શબ્દની નિષ્પત્તિ કરીએ તો તેમાં બે સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અર્થાત્ પ્રક્રિયાકૃતગૌરવ સ્વીકારી લેવું પડે છે. જ્યારે ‘મિયો હ૦ ૫.૨.૭૬' સૂત્રથી પી ધાતુને સીધો જ નુ પ્રત્યય લગાડી જો ભીનુ શબ્દની નિષ્પત્તિ કરીએ તો તેમાં ‘મિયો હ૦ ૫.૨.૭૬’ સૂત્રમાં નુ શબ્દ મૂકી માત્રાકૃતગૌરવ સ્વીકારવું પડે. તો આ બન્ને ગૌરવો પૈકી સૂત્રકારશ્રીએ
માત્રાકૃતગૌરવને સ્વીકારી પ્રક્રિયાકૃતગૌરવને ટાળવાનું કામ કર્યું છે. 88) પ્રતિપવો – જે શબ્દાદિ વિવક્ષિત જે લક્ષણથી (સૂત્રથી) બન્યા હોય તે સૂત્રમાં જે તે શબ્દમાં વપરાયેલા ધાવંશનું અથવા તે શબ્દનું ઉપાદાન કર્યું હોય તો તે શબ્દાદિ પ્રતિપદોકત કહેવાય. અથવા અવ્યુત્પત્તિપક્ષે
અવ્યુત્પન્ન (કોઇપણ સૂત્રથી અનિષ્પન્ન) ગણાતા ઉણાદિ નામો પ્રતિપદોકત કહેવાય છે. 89) પ્રત્યય - જે પ્રકૃતિના (= નામ કે ધાતુના) અર્થનું પ્રત્યાયન (= બોધ) કરાવે તેને પ્રત્યય કહેવાય. આશય એ
છે કે “ર વત્તા પ્રકૃતિ: પ્રોડ્યા 'નિયમ મુજબ કેવળ પ્રકૃતિનો પ્રયોગ શક્ય ન હોવાથી માત્ર પ્રકૃતિ પોતાના અર્થનો બોધ કરાવી શકતી નથી. તેથી તેને પ્રત્યયનો સહારો લેવો પડે છે. માટે પ્રત્યય શબ્દ સાન્વર્થ છે. પ્રત્યયો વિભકિતના, તદ્ધિતના, કૃ વિગેરે અનેક પ્રકારના હોય છે. 90) પ્રવૃત્તિનિમિત્ત – પ્રવૃત્તિ એટલે પ્રયોગ. શબ્દના પ્રયોગમાં જે કારણ બનતું હોય તેને શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત કહેવાય છે. આ પ્રવૃત્તિનિમિત્તો જાતિ, દ્રવ્ય, ગુણ અને ક્રિયા આમ ચાર પ્રકારના હોય છે અને આ ચારને લઈને શબ્દો પણ જાતિપ્રવૃત્તિનિમિત્તક, દ્રવ્યપ્રવૃત્તિનિમિત્તક, ગુણપ્રવૃત્તિનિમિત્તક અને ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક એમ ચાર પ્રકારના હોય છે. જેમકે (a) જો, પશુ, મનુષ્ય વિગેરે શબ્દોના પ્રયોગો કમશઃ ગોત્વ, પશુત્વ, મનુષ્યત્વ જાતિને નજરમાં રાખીને થતા હોવાથી તે જાતિપ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહેવાય છે. (b) ધનવાન, વિજ્ઞાન વિગેરે શબ્દો ક્રમશઃ ધન અને શિંગડા રૂપ દ્રવ્યને લઈને પ્રવર્તતા હોવાથી તે દ્રવ્યપ્રવૃત્તિ-નિમિત્તક શબ્દો કહેવાય છે. (c) નન્નો પર:, મધુરં પયઃ વિગેરે સ્થળે નીત્ત, પુર વિગેરે શબ્દો અનુક્રમે નીલ વર્ણ અને માધુર્યગુણના નિમિત્તે પ્રવર્તતા હોવાથી તે ગુણપ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહેવાય છે અને (4) Tય, જાય વિગેરે શબ્દોના પ્રયોગો
અનુક્રમે પચન અને ગાન ક્રિયાના કારણે થતા હોવાથી તેઓ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક શબ્દો કહેવાય છે. 91) અન્નેર - પાંશુ-ઉદકવત્ અર્થાત્ માટી અને પાણીની જેમ ભેદ પારખી ન શકાય તેવું પરસ્પર અત્યંત
જોડાણ.