Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શિખ-રૂ.
૪૭૫
97) માત્રા – માત્રા એટલે કાળવિશેષ. અર્થાત્ એકવાર આંખને ખોલ-બંધ કરવામાં જેટલો સમય લાગે તેટલા કાળને એકમાત્રા કહેવાય. ક્રમશઃ બે વાર અને ત્રણ વાર આંખને ખોલ-બંધ કરવામાં જેટલો સમય લાગે તેને અનુક્રમે બે અને ત્રણમાત્રા કહેવાય. પાણિનીયશિક્ષામાં માત્રાઓના કાળને જાણવા બીજી એક સુંદર રીત પણ બતાવી છે. તે આ પ્રમાણે – “રાષg તે માત્ર મિત્ર ચેવ વાય: શિવ સૈત્તિ મિત્રતુનર્વાર્ધમાત્રા' ચાલપક્ષીનો સ્વર એકમાત્રા જેટલો કાળ લે, કાગડાનો સ્વર બેમાત્રા, મોરનો સ્વર ત્રણમાત્રા અને નોળીયાનો
સ્વર અર્ધમાત્રા જેટલો કાળ લે. વ્યાકરણશાસ્ત્રમાં હસ્તસ્વરોની એકમાત્રા, દીર્ધસ્વરોની બે માત્રા, ડુતસ્વરોની ત્રણમાત્રા અને વ્યંજનોની અર્ધમાત્રા ગણવામાં આવે છે. યદ્યપિ વ્યંજનોની અર્ધમાત્રા ભલે ગણાવી હોય, છતાં તેઓ પોતાના ઉચ્ચારણમાં કાળની અપેક્ષા રાખતા નથી. આથી જ વ્યાકરણશાસ્ત્રમાં આવો ન્યાય પણ જોવા મળે છે કે “સ્વરાવ્યતિરે ઝનાનિ જાના નાસિપત્તિ' અર્થાત્ ઉચ્ચારણમાં સ્વરો જેટલો કાળ લે છે તેના સિવાય વ્યંજનો નવા કોઇ કાળની અપેક્ષા રાખતા નથી.” સમજી શકાય તેવી વાત છે કે સ્વરની સહાય વિના કેવળ , વૂ વિગેરે વ્યંજનોનું ઉચ્ચારણ જ શક્ય નથી. આથી જ કહેવાય છે કે વિનોદ રાનન્ત સત્વસ: સ્વરા રૂવાષ્પનાનીવનિ:સત્વ: પરેષામનુચિન:' તમે કેવળ બોલવાનો પ્રયત્ન કરી જુઓ, તો તેમાં કોરો નહીં હોય પણ કાળની અપેક્ષા રાખતો ન ભળેલો જ હશે અને આ વિગેરે સ્થળે મા સ્વરના ઉપષ્ટભપૂર્વકના નું ઉચ્ચારણ કરવા જશો તો કેવળ ગા ને બોલવામાં જેટલો સમય લાગશે તેટલો જ સમય માને બોલવામાં લાગશે, અધિક નહીં. આમ વ્યંજનોની કાળવિશેષ રૂપ અર્ધમાત્રા ભલે ગણાતી હોય, છતાં તેઓ પોતાના ઉચ્ચારણમાં કાળની અપેક્ષા રાખતા નથી. અહીં પ્રશ્ન થાય કે “જો વ્યંજનોના ઉચ્ચારણમાં નવા કાળની અપેક્ષા જ ન હોય તો વ્યાકરણના સૂત્રોમાં વ્યંજનોની અર્ધમાત્રા ગણીગણીને માત્રાકૃત ગૌરવલાઘવની ચર્ચા શા માટે આદરાય છે?" પણ આનું સમાધાન એમ સમજવું કે ભલે વ્યંજનોના ઉચ્ચારણમાં નવા કાળની અપેક્ષા ન હોય, છતાં જેટલા વ્યંજન વધારે હોય તેટલો ઉચ્ચારણમાં પ્રયત્ન તો વધુ કરવો જ પડે. આથી પ્રયત્નને આશ્રયીને ગૌરવ આવી પડે છે. આમ ભલે વ્યંજનોને આશ્રયીને માત્રાકૃત (= કાળાશ્રિત) ગૌરવ બતાવ્યું હોય, પરંતુ તેને ઉપચરિત (કલ્પિત) સમજવું અને વાસ્તવિકતાએ તેને પ્રયત્નાશ્રિત ગૌરવ રૂપે સમજવું કેટલાકવૈયાકરણો વ્યંજનોના ઉચ્ચારણમાંવધુકાળ અપેક્ષિત છે' તેવું માને છે. (આ વાત જુદiા.૪.૬૬ સૂત્રના
બુ. ન્યાસાનુસાર લખી છે.) 98) માત્રાવૃત્તોનવ-નાયવ - વૈયાકરણો અર્ધમાત્રા જેટલા લાઘવને પણ પુત્રોત્સવ સમાન માને છે. કેમ
આમ? કારણ કે આમ પણ વ્યાકરણ એક વિશાળકાય વિષય હોવાથી કષ્ટસાધ્ય છે. હવે જો તેમાં માત્રાલાઘવની કાળજી ન લેવામાં આવે તો કદ વધવાથી તે વધુને વધુ કષ્ટસાધ્ય બનતું જાય અને તેથી કોઈ વ્યાકરણ ભણવાનો પ્રયાસ ન કરે. તેથી વ્યાકરણશાસ્ત્રમાં માત્રાકૃત ગૌરવ-લાઘવની ચર્ચા કરવી આવશ્યક છે. સૂત્રકારશ્રીએ માત્રાલાઘવાર્થે ઠેકઠેકાણે સફળ પ્રયત્નો કર્યા છે અને તેને લગતી ચર્ચા પણ આદરી છે. માત્રાલાઘવાર્થે