Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪૮૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
137) સ્થાનિસ્ - આદેશી, કાર્યા. 138) – જે બે સૂત્રો વિવાદ સિવાયના સ્થળે પોતાની પ્રવૃત્તિધારા સાવકાશ (ચરિતાર્થ / સફળ) હોય અને
વિવાદસ્થળે એકસાથે પોતાની પ્રવૃત્તિની સંભાવનાવાળા હોય તે બન્ને સૂત્રો સ્પર્ધ કહેવાય. 139) જાફા - વિજારો મૂર્ત સ્થં સ્વાફાનુ જ કાળનશિi ૪ પ્રતિમવિકા'
અર્થ - જે વિકારરૂપ કે દ્રવીભૂત વસ્તુ ન હોય, મૂર્ત (= રૂપી) હોય, પ્રાણિમાં અર્થાત્ બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના શરીરમાં રહેલ હોય, પછી ભલે તે તેઓના શરીરથી ટ્યુત (કપાઇ જવું વિગેરેના કારણે છૂટું પડી ગયું) હોય કે બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની મૂર્તિ કે ચિત્રમાં આલેખાયેલ હોય તેને સ્વાંગ કહેવાય.”
આને આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ. જાડી ભાષામાં કહેવું હોય તો જે અવયવ પ્રાણીના શરીરમાં રહેલું હોય તેને સ્વાંગ કહેવાય.” પરંતુ ઝીણવટથી જાણવું હોય તો સૌ પ્રથમ | (a) વ્યાકરણમાં પ્રાણી તરીકે એકેન્દ્રિયોને બાકાત રાખતા બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને લેવામાં આવે છે, આનું કારણ પ્રાનિસ્' શબ્દસ્થળે જોઈ લેવું. તેથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનાં શરીરના અવયવોને સ્વાંગ તરીકે નહીંલઇ શકાય. સ્વાંગ બનનાર વસ્તુ પ્રાણીના શરીરનો અવયવ હોવી જોઈએ.
(b) પ્રાણીના શરીરમાં વાયુ, કફાદિ પ્રકોપને કારણે જે સોજા, ગુમડા વિગેરે વિકારો પેદા થાય તે સ્વાંગ નથી ગણાતા.
(c) પ્રાણીના શરીરમાં રહેલી કફ, પરૂ વિગેરે દ્રવીભૂત વસ્તુઓ પણ સ્વાંગ નથી ગણાતી.
(d) જ્ઞાન, ઇચ્છા વિગેરે એક તો આત્માના ગુણ હોવાથી તેમજ તેઓ રૂપાદિથી યુકત ન હોવાથી મૂર્ત નથી, માટે તેમને સ્વાંગ ન ગણી શકાય. સ્વાંગ બનનારી વસ્તુ મૂર્ત હોવી જોઈએ.
(e) પ્રાણીના શરીરમાં વર્તતા કેશ, નખ વિગેરે અવયવો ઉપરોક્ત બધી શરતોથી યુક્ત છે, તેથી સ્વાંગ ગણાય. પરંતુ તેમને કાપી નાંખવામાં આવે અથવા ખરી જાય અથ તેઓ પ્રાણીના શરીરથી છૂટ્ટાં પડી જાય તો પણ તેમને સ્વાંગ ગણવામાં આવે છે.
(f) પ્રાણીના શરીરમાં વર્તતા સ્વાંગ ગણાતા અવયવ સરખા જે અવયવો પ્રતિમા કે ચિત્ર વિગેરેમાં આલેખાયેલા હોય તેમને પણ સ્વાંગ ગણવામાં આવે છે. જેમકે પ્રતિમાના મુખ વિગેરે અવયવો.
અહીં વિશેષ એ જણાવવાનું કે સ્વાંગનો સમુદાય એ સ્વાંગ નથી ગણાતો. અર્થાત્ બે કે વધુ સ્વાંગવાચી શબ્દોનો સમાસ કરી સમુદાય બનાવવામાં આવે તો તે સ્વાંગ નથી ગણાતો. 140) હસ્ - વ્યંજન.