Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
પરિશિષ્ટ-૩
૪૮૧ સહજપણે ઘટ વ્યક્તિ જ ઉપસ્થિત થાય છે? અને માની લો કે ‘નાત્યાતિવ્ય : પાર્થ' (ન્યાયસૂત્ર) આ અમારા સિદ્ધાન્તને આગળ કરી તમે અમને કહો કે “તમારા મતે પણ શબ્દથી જાતિની ઉપસ્થિતિ તો માની છે?” તો આનો જવાબ એમ સમજવો કે અમને શબ્દ દ્વારા જાતિની ઉપસ્થિતિમાં વાંધો નથી, પરંતુ અમને તેની (= જાતિની) પ્રધાનપણે ઉપસ્થિતિ જ ખટકે છે. અમારા મતે ઘટ’ શબ્દ બોલાતા ઘટત્વ જાતિથી વિશિષ્ટ ઘટ વ્યકિત પ્રધાનપણે ઉપસ્થિત થાય છે. જ્યારે તમારા પક્ષે (= જાતિપક્ષે) ધટ’ શબ્દ દ્વારા ઘટત્વ જાતિ જ ઉપસ્થિત થાય છે અને ઘટ વ્યકિત તો જાતિની સાથે અવિનાભાવી હોવાથી ગૌણપણે ઉપસ્થિત થાય છે. આ વાત સાથે અમારે વાંધો છે. તમારી (= જાતિપક્ષની) વાત કેટલી બેહુદી છે તેને આપણે દષ્ટાંતથી સમજીએ. આ વાત ધ્યાનમાં હશે જ કે ક્યારે પણ કોઈનો પણ અન્વય પ્રધાનની સાથે થાય, અપ્રધાનની સાથે નહીં.' મોર પતિ વાક્યસ્થળે જ મોન શબ્દ દ્વારા ઓદનત્વ જાતિ વાચ્ય બનતી હોય તો તે પ્રધાન બનવાથી તેની સાથે જ મોરન ક્રિયાપદવાણ્ય પાક ક્રિયાનો અન્વય થવો જોઈએ. પણ ઓદનત્વ જાતિ તો નિત્ય હોવાથી તેમાં વળી પાકપોચાશ શેની આવે ? અર્થાત્ તેમાં પાકક્રિયાનો અન્વય બાધિત છે. પાકપોચાશ તો અનિત્ય એવા ઓદનમાં આવતી હોવાથી અર્થાત્ પાકક્રિયાનો અન્વય ઓદન વ્યક્તિ સાથે થતો હોવાથી સમજી શકાય છે કે ઓદન વ્યકિત જ પ્રધાન બને છે. આથી માનવું જોઈએ કે વ્યક્તિ જ પ્રધાનપણે શબ્દથી વાચ્ય બને છે, જાતિ નહીં. વૈયાકરણો સ્વઆવશ્યકતાનુસાર કયારેક જાતિપક્ષનો તો કયારેક વ્યકિત પક્ષનો આશ્રય કરે છે. વિસ્તારેચ્છુઓએ વિયાકરણસિદ્ધાન્તમંજૂષાદિ ગ્રંથો અવલોકનીય છે. 115) તિરે- વ્યતિરેક એટલે તમારે તમાવ:' અર્થાત્ વિવક્ષિત એક વસ્તુની ગેરહાજરી હોય તો બીજી
વસ્તુનું પણ ન હોવું. 116) વિશેષવિશેષમાd - સરખી વિભક્તિમાં ન વર્તતા પદો વચ્ચેનો વિશેષણવિશેષ્યભાવ.
દા.ત. રા: પુરુષ: (અહીં પ્રથમાન્ત પુરુષ: પદ વિશેષ્ય છે.) 117) વ્યવેક્ષા - આ એક પ્રકારનું સમર્થ: પવધિ: ૭.૪.૨૨૨' સૂત્રોત સામર્થ્યવિશેષ છે અને તે વિગ્રહસ્થળે
જોવા મળે છે. જુદા જુદા અર્થવાળા પદોનું આકાંક્ષા વશ પરસ્પર જોડાવું તેને વ્યપેક્ષા કહેવાય છે. આશય એ છે કે પ્રકૃતિપદને પ્રત્યયપદની, વિશેષણ પદને વિશેષ્યપદની અને કારકપદને ક્રિયાપદની પરસ્પર આકાંક્ષા હોય છે અને તે આકાંક્ષા વશે તેઓ જુદા જુદા અર્થવાળા હોવા છતાં એકબીજા સાથે જોડાણ રૂપ વ્યપેક્ષા સામર્થ્યને પામીને એક વિશિષ્ટ વાયાર્થના જનક બનતા હોય છે. જેમકે રાજ્ઞ: પુરુષ: Tચ્છતિ સ્થળે રાનમ્ +૩, પુરુષ + fસ અને અન્ + તિ આ બધાકમશઃ રાજા - સ્વત્વ, પુરુષ – એત્વાદિ અને ગમનક્રિયા-વર્તમાનકાળાદિ; આમ જુદા જુદા અર્થવાળા પ્રકૃતિપદો અને પ્રત્યયપદોને પરસ્પર આકાંક્ષા છે. તેમજ વ્યધિકરણ વિશેષણ એવા રાજસંબંધિતાર્થક રાજ્ઞ: પદને એકત્વવાન પુરુષાર્થક પ્રથમાન્ત પુરુષ: વિશેષ્યપદની આકાંક્ષા છે અને સાથે