Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
परिशिष्ट-३
_ ૪૬૫ અહીંધ્યાનમાં રાખવું કે બીજા અને ચોથા ભાંગામાં બન્ને સ્થળે ઉપસર્ગ દ્વારા ધાતુના અર્થમાં ફેરફાર થતો નથી, છતાં બન્ને ભાંગાને જુદા બતાવ્યા છે. તે એટલા માટે કે બીજા ભાંગામાં ઉપસર્ગ ધાતુના અર્થને ન બદલવા છતાં તે કાયમને માટે ધાતુની સાથે જોડાયેલો જ રહે છે. અર્થાત્ ભણવું” અર્થવાળા રૂ ધાતુનો ય ઉપસર્ગ વિનાનો કોરો પ્રયોગ જોવા નહીં મળે તેમ સૂચવવું છે. જ્યારે ચોથા ભાંગામાં ઉપસર્ગ દ્વારા અર્થ ન બદલાવા છતાં ઉપસર્ગ ધાતુ સાથે અવશ્ય જોડાયેલો જ રહેશે તેવું નહીં બને.
ઉપસર્ગ પોતે સ્વતંત્રપણે અમુક અર્થના વાચક હોય છે? કે ધાતુમાં સુષુપ્તપણે પડેલા અર્થના દ્યોતક હોય છે? આ અંગે વિસ્તૃત ચર્ચા છે, તે વાક્યપદયાદિ ગ્રંથો તેમજ તેની ટીકાથી જાણી લેવી. આ સિવાય આગળ કહ્યું કે ઉપસર્ગો ધાતુની પૂર્વે જોડાય છે, પરંતુ વૈદિક ભાષામાં ઉપસર્ગો શબ્દોની વચમાં અને અંતે પણ
જોડાતા હોય તેમ જોવા મળે છે. 47) ૩૫ર્નન - ગૌણ. 48) ૩૫ાલાન - સ્થાપન, મૂકવું. 49) પ્રોષ - આ સમાસની અપવાદભૂત એક પ્રકારની વૃત્તિ છે. આ વૃત્તિમાં જોડાનાર અનેક શબ્દો પૈકી એક શબ્દ જ શેષ રહે છે માટે આને એકશેષવૃત્તિ કહેવાય છે. જેમકે વશ કુટિનશ = વો અથવા ટિતી, માતા પિતા વ = પિતરો, નક્ષ8 (ટચ) અક્ષશ (રેવન) અક્ષશ (વિમત:) = અક્ષા: અહીંધ્યાનમાં રાખવું કે એકશેષવૃત્તિ મોટે ભાગે સ્વરૂપની સમાનતા ધરાવતા શબ્દો કે અર્થની સમાનતા ધરાવતા વિસદશ શબ્દો વચ્ચે થતી હોય છે અને માતા પિતા = પિતરો જેવા કેટલાક જૂજ સ્થળે શબ્દસ્વરૂપ કે અર્થની સમાનતા ન હોવા છતાં બે શબ્દો વચ્ચે એકશેષવૃત્તિ થાય છે. વિશેષ એ કે એકશેષવૃત્તિ પામનાર શબ્દો પૈકી જે શબ્દ લોપાય છે તેનો અર્થ શેષ રહેલા શબ્દ દ્વારા વ્યક્ત થાય છે અને જેટલા શબ્દોને લઈને આ વૃત્તિ થઈ હોય
છે તેને નજરમાં રાખતા શેષ શબ્દની સાથે દ્વિવચન કે બહુવચનની વિભકિતઓ જોડવામાં આવે છે. 50) પત્તાક્ષ - અવયવપક્ષ. 51) છેÁ - આ એક પ્રકારનું સમર્થ: વિધિ: ૭.૪.૧રર' સૂત્રોત સામર્થ્ય છે અને તે વૃત્તિસ્થળે જોવા મળે
છે. આને એકાથભાવ પણ કહેવામાં આવે છે. ભિન્ન અર્થવાળા પદોનું પોતાનો અર્થ ત્યજવા પૂર્વક કે પોતાનો અર્થ ગૌણ પડવા પૂર્વક એક અર્થવાળા થવું તેને એકાથભાવ કહેવાય છે. સમાસાદિ કોઈપણ વૃત્તિ આ સામર્થ્ય આવ્યા પછી જ થઈ શકે છે. અહીં પોતાનો અર્થ ત્યજવા પૂર્વક કે પોતાનો અર્થ ગૌણ પડવા પૂર્વક આમ જે લખ્યું છે તે ક્રમશઃ જહસ્વાર્થપક્ષ અને અજહસ્વાર્થપક્ષને આશ્રયીને લખ્યું છે. જહસ્વાર્થપક્ષ મુજબ સમાસાદિ થતા પૂર્વે વિગ્રહાવસ્થામાં વર્તતા ગૌણ-મુખ્યપદો પોતાનો અર્થ ત્યજવા પૂર્વક એક નવા અખંડ અર્થવાળા થયા