Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
परिशिष्ट-३
૪૬૯ અહીંધ્યાનમાં રાખવું કે જાતિનું આ બીજું લક્ષણ ‘આકૃતિગ્રહણા' આ પ્રથમ લક્ષણ દ્વારા જેમનો જાતિ તરીકે સંગ્રહ શક્ય ન હોય તેમના સંગ્રહ માટે છે, નહીં કે પ્રથમ લક્ષણના સંકોચ માટે. તેથી નદી” નો વાચક તટ શબ્દ તટ:, તટી અને તટસ્ આમ ત્રણે લિંગમાં વર્તતો હોવાથી બીજા લક્ષણ મુજબ ભલે નદીમાં તરત જાતિ સિદ્ધ ન થઇ શકતી હોય, છતાં દરેક નદીઓના બે કિનારા હોવા’ વિગેરે આકારો સમાન હોવાથી તેમાં ‘આકૃતિગ્રહણા’ આ પ્રથમ લક્ષણ મુજબ તત્વ જાતિ સિદ્ધ થઇ શકશે.
યાપિ રેવત્ત શબ્દ દેવ અને દેવદ્રત્તા આમ બે જ લિંગમાં વર્તે છે. તેથી બીજા લક્ષણ મુજબ દેવદત્ત પદાર્થમાં દેવદત્તત્વ જાતિ માનવાની આપત્તિ આવે. પરંતુ આ આપત્તિ નહીં આવે. કેમકે અમે આગળ જ કહી ગયા છીએ કે જાતિનું કામ અનુગત પ્રતીતિ કરાવવી એ છે. દેવદત્તત્વ એ દરેક દેવદત્તમાં ‘આ દેવદત્ત છે, આ દેવદત્ત છે” આમ અનુગત પ્રતીતિ નથી કરાવતું માટે તેને જાતિ માની ન શકાય. જ્યારે બ્રાહ્મણત્વ એ બ્રાહ્મણ તરીકે ઓળખાયેલ વ્યક્તિના માતા, પિતા,પુત્રાદિ દરેક સ્વજન અને જ્ઞાતિજનને વિશે ‘આ બ્રાહ્મણ છે, આ
બ્રાહ્મણ છે' એમ અનુગત પ્રતીતિ કરાવતું હોવાથી તેને જાતિ માની શકાય. (C) ગોત્ર ૨ : સદ - ગોત્રવાચી નામ અને ચરણ (= વેદશાખાના અધ્યાયીઓના) વાચક નામોથી વાચ્યા
પદાર્થમાં પણ આ ત્રીજા ભાંગાથી જાતિ સિદ્ધ કરવામાં આવે છે. વ્યાકરણની પરિભાષા મુજબ પૌત્રાદિ પેઢીને ગોત્ર ગણવામાં આવે છે. પરંતુ અહીંતન લેતા લૌકિક પુત્ર, પૌત્રાદિ રૂપ પેઢીને ગોત્રરૂપે લેવી. હવે મૂળ વાત એવી છે કે નાડાયણ, ચારાયણ આદિ ગોત્રના વ્યકિતઓ તેમજ કઠ, બહુવૃચ વિગેરે વેદશાખાના અધ્યયનકર્તા વ્યક્તિઓ આકૃતિથી સમાન હોય છે, તેથી આકારના વૈસદશ્યને લઈને તેમનામાં રહેલી નાડાયણસ્વાદિ તેમજ કઠલ્વાદિ જાતિઓ પકડી શકાતી નથી. વળી નાડયન: પુમાન, નાડાય સ્ત્રી તેમજ નાડાય વિત્તવમ્ આમ નાડીયા આદિ તેમજ વર આદિ શબ્દો ત્રણે લિંગમાં વર્તે છે. તેથી બીજા લક્ષણ મુજબ પણ નાડાયણ વિગેરે ગોત્રના વ્યક્તિઓમાં તેમજ કઠ વિગેરે વેદશાખાધ્યાયીઓમાં જાતિ સિદ્ધ થઈ શકતી નથી. માટે આ ત્રીજું લક્ષણ તેમનામાં નાડાયણત્વ આદિ જાતિઓ તેમજ કઠત્વ આદિ જાતિઓ સિદ્ધ કરવા દર્શાવ્યું છે. 66) નરિક્ષ – જાતિ એટલે સર્વ વ્યક્તિઓને વિષે વર્તતો એક એવો નિત્યપદાર્થ. જેમકે ઘટત્વ એ જાતિ છે.
કેમકે તે એક જ છે, નિત્ય છે અને સર્વ ઘટ વ્યક્તિઓમાં વર્તે છે. આ જ રીતે ગવાદિ વ્યક્તિઓમાં વર્તતી ‘ગોત્વ' વિગેરે જાતિ અંગે પણ સમજી લેવું. તો જે પક્ષ એમ માને છે કે કોઈપણ શબ્દથી જાતિ જ વાચ્ય બને છે, વ્યક્તિ નહીં' એ પક્ષને જાતિપક્ષ કહેવાય છે. આ પક્ષ મીમાંસકોનો છે. તેમનું કહેવું એમ છે કે શબ્દથી જે વસ્તુ વાચ્ય બને તેની સાથે શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ ગોઠવાવો જોઈએ. તો જો ઘટાદિ શબ્દથી ઘટાદિ વ્યક્તિ વાચ્ય બને છે તેમ માનીએ તો ઘટાદિ વ્યક્તિઓ તો આ દુનિયામાં અનંતા છે, તેથી શી રીતે બધાની સાથે ઘટાદિ શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ ગોઠવવો શક્ય બને ? જ્યારે ઘટત્વાદિ જાતિઓને જો ઘટાદિ શબ્દથી