Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(j) આધિપત્ય – કુળ કે ગોત્રના અધિપતિ પુરુષનો ‘ત’ કે ‘ક્ષેત્ર’ પદથી વ્યપદેશ કરવો તે આધિપત્ય ઉપચાર કહેવાય.
૪૬૪
દા.ત. અર્થ પુરુષ: તમ્, અર્થ પુરુષઃ પોત્રમ્। આ પુરૂષ કુળનો અધિપતિ છે. આ પુરૂષ ગોત્રનો અધિપતિ છે. અહીં ‘ત’ અને ‘ગોત્ર’ શબ્દ કુળ કે ગોત્રના અધિપતિ એવા પુરૂષને જણાવવામાં તત્પર છે. આમ આધિપત્યસંબંધથી અહીં ઉપચાર છે.
41) ૩પવેશાવસ્થા – ધાતુ વિગેરેને એકપણ પ્રત્યય ન લાગ્યો હોય તેવી મૂળ અવસ્થા.
શબ્દના ઉપાન્ય વર્ણને ઉપધા કહેવાય છે.
42) ૩પથા
43) ૩૫૫ વિત્તિ
નજીકમાં ઉચ્ચારાયેલા પદના કારણે જે વિભક્તિ પ્રાપ્ત થતી હોય તેને ઉપપદવિભક્તિ કહેવાય. જેમકે નમો વેવેમ્યઃ, અહીંનજીકમાં રહેલા નમસ્ અવ્યયના કારણે વેવ શબ્દને 'શાર્થ-વષ૦ ૨.૨.૬૮' સૂત્રથી ચતુર્થી વિભકિત લાગી છે, તેથી તે ઉપપદવિભક્તિ કહેવાય.
-
44) પનક્ષળ – જે શબ્દ પોતાના અર્થનું પ્રતિપાદન કરતો હોય અને સાથે સાથે અન્ય પદાર્થોનું પણ પ્રતિપાદન કરતો હોય તે ઉપલક્ષણ કહેવાય. દા.ત. માતા પોતાના પુત્રને કહે કે ‘“બિલાડીથી દૂધનું રક્ષણ કરજે’' તો અહીં ‘બિલાડી’ શબ્દ રક્ષણ કરવાની બાબતમાં માત્ર બિલાડીનું જ નહીં, દૂધના ભક્ષક કુતરા વિગેરેનું પણ પ્રતિપાદન કરે છે. તેથી તે ઉપલક્ષણ કહેવાય.
45) ૩પશ્વિષ્ટ
અત્યંત (= વ્યવધાન વિના) જોડાયેલ.
46) ૩પસર્ન – ધાતુની સાથે પૂર્વે જોડાનારા વિગેરે અવ્યયોને ઉપસર્ગ કહેવાય છે. તેઓ વ્ર, પરા, અપ, સમ્, અનુ, અવ, નિસ્, નિર્, પુસ્, વુર્, વિ, આર્, નિ, અધિ, કવિ, ગતિ, સુ, ઋતુ, શ્રૃમિ, પ્રતિ, પરિ, ૩૫ આ પ્રમાણે બાવીશ છે. અહીંધ્યાનમાં રાખવું કે જો પ્ર આદિ અવ્યયો ધાતુની સાથે જોડાયા હોય તો જ તેમને ઉપસર્ગસંજ્ઞા પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. ‘થાત્વર્થ ત્રાયતે શ્ચિત્, શ્ચિત્ તમનુવર્તતે। તમેવ વિશિનક્ષ્ચન્યોનર્થજોન્ચઃ પ્રયુખ્યતે।।' શ્લોકાનુસારે ઉપસર્ગોના ચાર પ્રકાર છે. (a) કેટલાક ઉપસર્ગો ધાતુના અર્થને બાધિત કરે છે અર્થાત્ બદલી નાંખે છે. જેમકે હૈં ધાતુનો અર્થ ‘હરણ કરવું’ થાય છે પરંતુ પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પ્રતિહાર વિગેરે સ્થળે પ્ર આદિ ઉપસર્ગો હૈં ધાતુના અર્થને બદલી દે છે. (b) કેટલાક ઉપસર્ગો ધાતુના અર્થને અનુસરે છે. તેઓ ધાતુના અર્થને બદલતા નથી. દા.ત. ધ્યેતિ (c) કેટલાક ઉપસર્ગો ધાતુના અર્થને વિશેષિત કરે છે. જેમકે રૂક્ષતે સ્થળે સ્ ધાતુનો અર્થ ‘જોવું’ થાય છે. જ્યારે નિરીક્ષતે સ્થળે નિર્ + સ્ ધાતુનો અર્થ ‘સૂક્ષ્મતાથી જોવું’ થાય છે. (d) કેટલાક ઉપસર્ગો ધાતુની સાથે શોભાના ગાંઠીયાની જેમ નકામા જોડાય છે. તેઓ ધાતુના અર્થને કાંઇ અસર પહોંચાડતા નથી. જેમકે વિશતિ અને પ્રવિત્તિ આ બન્ને સ્થળે અર્થ ‘પ્રવેશ કરવો’ જ થાય છે.