Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.
૬૩
૪૦૧
सोत्कण्ठमङ्गलगनैः कचकर्षणेश्च, वक्त्राब्जचुम्बननखक्षतकर्मभिश्च।
श्रीमूलराजहतभूपतिभिर्विलेसुः, संख्येऽपि खेऽपि च शिवाश्च सुरस्त्रियश्च।। અર્થ - યુદ્ધકાળે શ્રી મૂલરાજમહારાજા દ્વારા કરાયેલા રાજાઓની સાથે ઉત્કંઠાપૂર્વક આલિંગન, કેશાકર્ષણ, મુખરૂપી કમળનું ચુંબન અને નખના ઘા કરવા રૂપ પ્રવૃત્તિ વડે રણભૂમિમાં શિયાળીયાઓએ અને દેવલોકમાં દેવાંગનાઓએ વિલાસ કર્યો.
ભાવાર્થ :- આશય એ છે કે લૌકિકશાસ્ત્રમાં યુદ્ધમાં લડતા-લડતા જો કોઈ શૂરવીર રાજા મૃત્યુ પામે તો તે દેવતાઇ શરીરને પામે છે” આવી વાત સાંભળવામાં આવે છે. તદનુસાર યુદ્ધ વખતે શ્રી મૂલરાજ રાજા દ્વારા જે શૂરવીર રાજાઓ મૃત્યુ પામ્યા તે સ્વર્ગમાં ગયા હોવાથી ત્યાં તેઓની સાથે દેવાંગનાઓએ ઉત્કંઠાપૂર્વક આલિંગન વડે, તે રાજાઓ દ્વારા પોતાના દેશોના હળવા આકર્ષણ વડે, મુખના ચુંબન વડે અને અંતે રતિક્રીડામાં થતા નખના ઘા પામવા પૂર્વક વિલાસ કર્યો. અહીં દર્શાવેલી ચારે પ્રવૃત્તિ દ્વારા સુરત પ્રવૃત્તિનું કમિક પ્રાબલ્ય સૂચવાયું છે.
જ્યારે શિયાળપક્ષે યુદ્ધમાં જે રાજાઓ મૃત્યુ પામ્યા તેમના મૃત શરીરની સાથે ઉત્કંઠાપૂર્વક સૌ પ્રથમ આલિંગન એટલે મૃત શરીરને યોગ્ય સ્થળેથી પકડમાં લેવા વડે, ત્યારબાદ લડતી વખતે મુખરૂપ કોમળભાગમાં ઘા વાગવાથી નીકળેલા લોહી સાથે ચોંટેલા વાળ ખેંચવા વડે, પછી મુખચુંબન અર્થાત્ મોઢે લાગેલા તે લોહીને ચાટવા વડે અને અંતે શરીરના અનેક ભાગોમાં તીણ નખોના ઘા કરી ઉખાડેલા માંસના લોચાઓને ખાવાપૂર્વક શિયાળીયાઓએ વિલાસ કર્યો. અહીં દર્શાવેલી ચારે પ્રવૃત્તિ દ્વારા બિભત્સતાનું કેમિક પ્રાબલ્ય સૂચવાયું છે.
આમ આ શ્લોકની અંદર શૃંગારરસ અને બિભત્સરસ ઉભયનું સાંકર્યા છે અને શ્લોકમાં દીપક અલંકાર છે.
આ સાથે શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમાં પ્રથમ અધ્યાય ચતુર્થ પાદના બૃહરિ,
બૃહન્યાસ અને લઘુન્યાસનું ગુર્જર વિવરણ સમાપ્ત થયું.
ગુમ ભવતા