Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૬૬
२७५
થાય છે. તે આ રીતે -- (a) (A) વ્યક્તિપક્ષે જેટલા લક્ષ્યો હોય અર્થાત્ અમુક એક સૂત્રની પ્રવૃત્તિ થઈ શકે એવા જેટલા પણ દષ્ટાંત સ્થળો હોય તે દરેક સ્થળ રૂપ વ્યક્તિને આશ્રયીને તે સૂત્ર જુદું-જુદું ગણાય. તેથી કોઈ એકાદ પણ સ્થળે જે તે સૂત્ર પ્રવૃત્ત ન થઈ શકે તો તે સ્થળ રૂપ વ્યક્તિને આશ્રયીને જુદું ગણાતું તે સૂત્ર અચરિતાર્થ (= નિરર્થક) થવાની આપત્તિ આવે. તો કોઈ એક સ્થળ કે જ્યાં તે સૂત્ર અને કોઈ અન્યસૂત્ર આમ ઉભયસૂત્રની પ્રવૃત્તિ થવાની પ્રાપ્તિ હોય ત્યાં વ્યકિતએ-વ્યક્તિએ જુદા ગણાતા નિરવકાશ તે બન્ને સૂત્રો એક-બીજાની પ્રવૃત્તિમાં અટકાયત કરતા તે બન્ને સૂત્રો નિરર્થક થવાની આપત્તિ આવી પડે અને સૂત્ર નિરર્થક બને એ તો ચાલે જ નહીં તેથી નિરર્થક બનતા તે બન્ને સૂત્રો સ્વતઃ જ પર્યાય કરીને (= વારાફરથી) પ્રવૃત્ત થઈ જાય છે. હવે ‘ર્ષે ૭.૪.???” સૂત્રોનુસાર પણ બન્ને સૂત્રો પૈકી પરસૂત્રની પ્રવૃત્તિ થયા બાદ જો પાછળથી શેષ રહેલા સુત્રની પ્રવૃત્તિ થવાની જ હોય તો બન્ને સૂત્રોની પ્રવૃત્તિ તો ઉપર દર્શાવ્યું તે પ્રમાણે વારાફરથી સ્વતઃસિદ્ધ હતીતેથી આવા સ્થળે પ્રવર્તતા “અર્થે ૭.૪.૨૨૬' સૂત્રે નવું શું કાર્ય સાધ્યું ? તેથી નિરર્થક થતું ‘અર્થે ૭.૪.૨૬' સૂત્ર નિયમ કરે છે કે બન્ને સૂત્રો પૈકી પરસૂત્રની જ પ્રવૃત્તિ કરવી, અન્યની નહીં હવે તે હેં.' ન્યાય પણ સ્પર્ધએવા બે સૂત્રો પૈકીના જે સૂત્રની પ્રવૃત્તિ થવાથી (અર્થાત્ સ્પર્ધ હોવાના કારણે પરસૂત્રની જ પ્રવૃત્તિ થવાથી) જે સૂત્રની પ્રવૃત્તિ બાધિત થાય તે બાધિત જ ગણાય (અર્થાત ન જ થાય.)” આ પ્રમાણે નિયમાઈક પર્વે ૭.૪.???' સૂત્રને સમાન અર્થનું જ પ્રતિપાદન કરતો હોવાથી તે વ્યક્તિ પક્ષાનુસાર નિયમાર્થક રૂપે પ્રાપ્ત થતાં અર્થે ૭.૪.૨૨૬' સૂત્રના વિસ્તાર રૂપ જ છે. (b) આકૃતિ (= જતિ) પક્ષે અમુક એક જ સૂત્ર પોતાના ઉદેશ્યતા વચ્છેદક જતિના આશ્રય એવા જે કોઈ સ્થળો હોય તે દરેક સ્થળે પ્રવર્તાશકતું હોવાથી અહીં દરેક દષ્ટાંત સ્થળ રૂપ વ્યક્તિના ભેદ સૂત્રનો ભેદ માનવાની જરૂર નથી. તેથી દરેક સ્થળે વ્યકિતભેદ જુદું ન ગણાતું તે એક જ સૂત્ર પ્રવર્તાશકતા અમુક સ્થળે તે સ્ત્રના પ્રવર્તી શકે તો પણ અન્ય સ્થળે ચરિતાર્થ બનતું તે નિરર્થક ન બને. તો કોઈ એક સ્થળ કે જ્યાં તે સૂત્ર અને કોઈ અન્યસૂત્ર આમ ઉભય સૂત્રોની પ્રવૃત્તિ થવાની પ્રાપ્તિ હોય ત્યાં વ્યક્તિ ભેદે જુદાન ગણાતા તે બન્ને સૂત્રો એકબીજાની પ્રવૃત્તિનો પ્રતિબંધ કરતા અન્ય સ્થળે ચરિતાર્થ હોવાથી સાવકાશ તે બન્ને સૂત્રો નિરર્થક ન થતા હોવાથી બન્ને સૂત્રોની પ્રવૃત્તિ પ્રતિબંધિત જ રહે છે. આવા સ્થળે પ્રતિબંધિત બન્ને સૂત્રો પૈકીના કયાં સૂત્રની પ્રવૃત્તિ કરવી ? એ પ્રશ્ન વર્તતા અર્થે ૭.૪.૨૨૬' સૂત્ર પરસૂત્રની જ પ્રવૃત્તિ કરવી, અન્યની નહીં* (A) व्यक्तौ पदार्थ (= व्यक्तिपक्षे) 'प्रतिलक्ष्यं लक्षणोपप्लव:' (= यावन्ति लक्ष्याणि तावन्ति सूत्राणि कल्प्यन्ते)। तस्मादुभयोरपि
शास्त्रयोस्तत्तल्लक्ष्यविषययोरचारितार्थ्येन पर्यायेण द्वयोरपि प्राप्तो परमेवेति नियमार्थमिदमिति (= 'स्पर्धे ७.४.११९' સૂત્રમિતિ) “ તે 'ચાયસિદ્ધિ: (પરિ. . ૪૦) जातिपक्षे तृद्देश्यतावच्छेदकाक्रान्ते क्वचिल्लक्ष्ये चरितार्थयोर्द्वयोः शास्त्रयोः सत्प्रतिपक्षन्यायेन युगपदुभयासंभवरुपविरोध
स्थल उभयोरप्यप्राप्ती परविध्यर्थमिदमिति ('स्पर्धे ७.४.११९' सूत्रमिति) पुनः प्रसङ्गविज्ञानसिद्धिरिति। (परि.शे.४०) (C) 'यो यः तस्मिन् तत्त्वं' नियमानुसारेण यदुद्देश्यं तस्मिन्नुदेश्यता, सा च जात्यादिरुपनियतधर्मेणावच्छिन्ना भवति,
तस्मादत्र जातिरुद्देश्यताऽवच्छेदिका।
(B)