Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન એટલે કે આનયન ક્રિયામાં પ્રધાન એવા બળદની સાથે સાથે ગૌણ શીંગડાનો પણ અન્વય થાય છે. તેની જેમ
સ્વર: કાનીયતામ્ બહુવીહિ સ્થળે પણ લાંબા કાન અને રાસભ બન્ને અવયવ-અવયવી દ્રવ્યો વચ્ચે સમવાય સંબંધ જણાય છે. તેથી “નવુ માનીયતા” (= લાંબા કાનવાળા ગધેડાને લાવ) કહેવામાં આવતા લાંબા કાન સહિતનો જરાસભ લવાતો હોવાથી આનયન ક્રિયામાં પ્રધાન એવા રાસભની સાથે સાથે ગૌણ સેવા પૂર્વોત્તરપદાર્થ રૂપ લાંબા કાનનો પણ અન્વય થાય છે.
આમ આ બહુવીહિસ્થળે તત્ = મુખ્ય એવા અન્ય પદાર્થની સાથે સાથે = ગૌણ એવા પૂર્વોત્તરપદાર્થનો પણ ક્રિયામાં અન્વય જણાતો હોવાથી આને તર્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ કહેવાય.
(b) અતગણસંવિજ્ઞાન બહુવીહિ - જે બહુવ્રીહિ સમાસમાં મુખ્ય એવા અન્ય પદાર્થની સાથે સાથે તેના ઉપલક્ષક સમાસના ઘટકીભૂત ગૌણ એવા પૂર્વોત્તર પદાર્થનો કાર્ય (= ક્રિયા)માં અન્ય ન થતો હોય તેને અતદ્ગણસંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ કહેવાય.” જે સ્થળે અન્ય પદાર્થ અને સમાસના ઘટકીભૂત પૂર્વોત્તર પદાર્થ વચ્ચે સંયોગ-સમવાય સિવાયનો સ્વ-સ્વામીભાવ સંબંધ વિગેરે અન્ય કોઇ પણ સંબંધ હોય ત્યાં આ સમાસ થતો હોય છે. ચિત્રકુ અતદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિનું દષ્ટાંત છે.
વિત્ર માનીયતા સ્થળે ચિત્ર ગાયો અને તે ગાયવાળો સ્વામી (= ગોવાળ) બન્ને વચ્ચે સંયોગ કે સમવાય સંબંધ નથી, પણ સ્વ-સ્વામીભાવ સંબંધ છે. કેમકે ગોવાળ માટે ગાયો સ્વ = ધનસ્વરૂપ છે અને ગાયો માટે ગોવાળ સ્વામી રૂપે છે. હવે કોઇ વ્યકિત કહે કે “વિત્રા માનવતાન્" (= ચિત્રગાયવાળા ગોવાળને લાવ.) તો અહીં માત્ર ગોવાળને જ લાવવામાં આવે છે, ગાયોને નહીં. એટલે કે આનયન ક્રિયામાં માત્ર પ્રધાન એવા ગોવાળનો જ અન્વય થાય છે, ગૌણ સેવા પૂર્વોત્તર પદાર્થ રૂપ ચિત્રગાયોનો નહીં. માટે આ અતણસંવિજ્ઞાન બહુવ્રીહિ કહેવાય.
શંકા - જ્યાં મુખ્ય એવા અન્ય પદાર્થ અને ગૌણ એવા પૂર્વોત્તરપદાર્થ વચ્ચે સંયોગ અથવા સમવાય સંબંધ હોય ત્યાં ઉભયનો ક્રિયામાં અન્વય થાય અને જ્યાં સ્વ-સ્વામીભાવ વિગેરે અન્ય સંબંધ હોય ત્યાં મુખ્ય એવા અન્ય પદાર્થનો જ ક્રિયામાં અન્વય થાય. આમ સંબંધને લઈને ભેદ કેમ પડે છે?
સમાધાનઃ- ચાલો, આનું કારણ પણ સમજી લઈએ.
(i) માં સંયોગ અને સમવાય સંબંધ છે એવા અનુક્રમે સુવર્નવાસ: અને સ્થળે જો કોઈ વ્યક્તિ “શુક્સવીસ: માનીયતા" અથવા માનવતાન્ કહે અને લાવનાર માણસ જો શુકલવસ્ત્ર રહિત વ્યકિતને અથવા લાંબા કાન રહિત રાસભને જ લાવે, એટલે કે આનયન ક્રિયામાં જો માત્ર મુખ્ય એવા શુક્લવસ્ત્ર રહિત વ્યક્તિનો અથવા લાંબા કાન રહિત રાસભનો જ અન્વય કરવામાં આવે તો વ્યકિત અને શુક્લવસ્ત્ર