Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
,
સમાધાન :- નપુંસકલિંગશબ્દોમાં પુલિંગશબ્દોને સદશ આમ તો કોઇ લિંગધર્મો પ્રસિદ્ધ નથી. છતાં ‘માવિનિ ભૂતવડુપચાર:’ન્યાયથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ધર્મો જાણે વર્તમાનમાં પ્રાપ્ત થઇ ગયા છે એમ કરીને તે વર્તમાન પ્રાપ્ત ધર્મોના સાદશ્યને લઇને વત્ પ્રત્યય વિના પણ વર્થ શબ્દોનો તથા પ્રકારે શબ્દપ્રયોગ થતો હોય તેવો લોકવ્યવહાર જોવા મળે છે. જેમકે કોઇ બ્રહ્મદત્તને સદશ ધર્મોથી રહિત વ્યક્તિ ‘“આ ભવિષ્યમાં બ્રહ્મદત્તને સદશ ગુણ-ક્રિયાદિ ધર્મોને પ્રાપ્ત કરે'' તે માટે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા તે ધર્મો જાણે વર્તમાનમાં પ્રાપ્ત થઇ ગયા છે એમ કરીને વર્તમાનપ્રાપ્ત તે ગુણ-ક્રિયાદિ રૂપ ધર્મોના સાદશ્યને લઇને વ પ્રત્યય વિના પણ ‘જ્ઞ બ્રહ્મવત્તઃ ’ (આ બ્રહ્મદત્તને સદશ છે) આમ વર્થ શબ્દપ્રયોગ થતો જોવા મળે છે. તેની જેમ પ્રસ્તુતમાં પણ પુંલિંગશબ્દોને સદશ લિંગધર્મોથી રહિત અન્યતઃ નપુંસકલિંગશબ્દો ભવિષ્યમાં લિંગશબ્દોને સદશ “અનામ્બરે૦ ૧.૪.૬૪' સૂત્રથી ર્ આગમ ન થવો' વિગેરે લિંગધર્મોને પ્રાપ્ત કરે તે માટે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા તે લિંગધર્મો જાણે વર્તમાનમાં પ્રાપ્ત થઇ ગયા છે એમ કરીને વર્તમાનપ્રાપ્ત તે ‘- આગમનો અભાવ’ વિગેરે લિંગધર્મોના સાદશ્યને લઇને વત્ પ્રત્યય વિના પણ તેમના માટે ‘અન્યતઃ નપુંસ: પુનાન્ મતિ' (વિશેષ્યવશે નપુંસકલિંગ બનેલો શબ્દ પુંલિંગશબ્દસદશ થાય છે.) આમ વર્ષ પુમાન્ શબ્દનો પ્રયોગ થઇ શકે છે. આ રીતે ‘વિનિ ભૂતવડુપચાર:' ન્યાયને લઇને અન્યતઃ નપુંસકલિંગશબ્દોમાં વર્તતા પુલિંગશબ્દોને સદશ ‘ન્ આગમનો અભાવ’ વિગેરે ઉપચરિત લિંગધર્મોના સાદશ્યને લઇને વત્ પ્રત્યય વિના પણ તેમના માટે પુંલિંગશબ્દસદશાર્થક પુમાન શબ્દનો પ્રયોગ કર્યો છે.
૨૪૨
(4) શંકા ઃ- આ સૂત્રથી અન્યતઃ નપુંસકલિંગ શબ્દ પુંલિંગશબ્દસદશ થવાથી શું ફળ પ્રાપ્ત થશે ? સમાધાન ઃ - જેમ પુંલિંગ શબ્દોને ‘અનાવરે૦ ૧.૪.૬૪' સૂત્રથી ર્ આગમ તેમજ ‘વિનવે ૨.૪.૬૭’ સૂત્રથી હ્રસ્વવિધિ નથી થતી તેમ આ સૂત્રથી અન્યતઃ નપુંસકલિંગશબ્દો પુંલિંગશબ્દસદશ થવાથી તેમને પણ વ્ આગમ અને હ્રસ્વિિવધ નહીં થાય.
અહીં યાદ રાખવું કે ‘અનામ્વરે૦ ૧.૪.૬૪' સૂત્રથી જેમ નપુંસકલિંગ નામોને ઉદ્દેશીને ન્ આગમ રૂપ કાર્યનું વિધાન કર્યું છે, તેમ ટા વિગેરે સ્વરાદિ પ્રત્યયો પરમાં વર્તતા પુંલિંગ નામોને ઉદ્દેશીને આ વ્યાકરણમાં ‘પુલિંગ નામોને અમુક કાર્ય થાય છે’ આમ કોઇ કાર્યોનું વિધાન નથી કર્યું.(A) આથી ટ વિગેરે સ્વરાદિપ્રત્યયો પરમાં વર્તતા પુલિંગ નામોનું સ્વકીય કોઇ કાર્ય વિદ્યમાન ન હોવાથી આ સૂત્રથી અન્યતઃ નપુંસકલિંગ નામ પુંવત્ થતા તેમના માટે નપુંસકલિંગ નામોને ઉદ્દેશીને થતા ત્ આગમ અને હ્રસ્વવિધિ રૂપ કાર્યના નિષેધ રૂપ ફળ દર્શાવ્યું છે.(B)
(A) ‘શસોડતા સર્થે ન: પુત્તિ ૬.૪.૪૧' સૂત્રમાં પુંલિંગ નામને ઉદ્દેશીને શસ્ પ્રત્યયના સ્ ને ર્ આદેશનું વિધાન કર્યું છે. પણ શત્ પ્રત્યય દ્વિતીયા બહુવચનનો છે, જ્યારે ઉપરોકત વાત તો ટા વિગેરે સ્વરાદિ પ્રત્યયો પર છતાં પુંલિંગ નામોને ઉદ્દેશીને કોઇ કાર્યનું વિધાન ન કરવાની છે. આ વાત ધ્યાનમાં રહે.
(B) સ્રીલિંગ નામોને ર્ આગમ અને સ્વવિધિ રૂપ કાર્ય સંભવતું જ નથી. અન્યથા તેમનો પણ પુંવદ્ભાવ કરી વ્ આગમ અને હ્રસ્વવિધિના નિષેધ રૂપ ફળ પ્રસ્તુતમાં દર્શાવાત.