Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૪૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - શબ્દાન્તરને નિરપેક્ષ એવો જ સ્વ શબ્દ જો જ્ઞાતિ-ધન” અર્થને જણાવતો હોય, તો પછી સ્વે પુત્રી: (સગા પુત્રો) અને Q વ: (ધન સ્વરૂપ ગાયો) પ્રયોગસ્થળે સ્વ શબ્દ શબ્દાન્તરને સાપેક્ષ હોવા છતાં કેમ અનુક્રમે “જ્ઞાતિ-ધન” અર્થને જણાવે છે?
સમાધાન - આ શંકા ઉચિત નથી. કેમકે આ બન્ને સ્થળે સ્વ શબ્દ “આત્મીય અર્થનો જ વાચક છે. શંકા - તો પછી આ પ્રયોગો દ્વારા જ્ઞાતિ-ધન” અર્થો જણાય છે શી રીતે ?
સમાધાન - બન્ને પ્રયોગમાં સ્વ શબ્દથી પરમાં જે પુત્ર અને જો શબ્દો ઉપસ્થિત છે, તેમને કારણે ‘જ્ઞાતિ અને ધન” અર્થ જણાઈ આવે છે. તેથી સ્વ પુત્રી: નો અર્થ પોતાના પુત્રો (કે જે જ્ઞાતિ સ્વરૂપ છે)' અને વે વ: નો અર્થ પોતાની ગાયો (કે જે ધન સ્વરૂપ છે) આવો થશે.
શંકા - તમારા કથન અનુસાર જો શબ્દાન્તરને નિરપેક્ષ જ સ્વ શબ્દ જ્ઞાતિ-ધન' અર્થનો વાચક બની શકે, તો પછી ધૂમાયત્ત : પ્રક્વનન્તીવ સંહતી: ડભુવાની મેડમી સ્વી જ્ઞાતયો બરતર્ષમા^) (મહાભારત ૫.૩૬.૩૮) શ્લોકમાં સ્વ શબ્દ “જ્ઞાતિ' અર્થનો વાચક હોવા છતાં સ્ત્રી જ્ઞાતયો આમ સ્વ શબ્દ પછી જ્ઞાતિ શબ્દનો પુનઃ પ્રયોગ કેમ કર્યો છે? આથી જ જણાય છે કે સ્વ શબ્દ શબ્દાન્તરને સાપેક્ષ હોય તો પણ તે જ્ઞાતિ-ધન' અર્થમાં વર્તી શકે,
સમાધાન - આ વાત પણ ઉચિત નથી. કેમકે જે સ્થળે એક જ શબ્દના અનેક અર્થો થતા હોય અથવા આ શબ્દનો આ જ અર્થ થતો હશે? કે બીજો કોઈ ?' આમ સંદેહ રહેતો હોય, તેવા સ્થળે શબ્દના યથાર્થ અર્થનું પ્રતિપાદન કરવા પર્યાયવાચી શબ્દોનો પાછળ પ્રયોગ કરી શકાય છે. જેમ કે મેઘ), ગિરિ, દૈત્ય વિશેષ, સૂવર વિગેરે અનેક અર્થવાળા વરદ શબ્દનો પ્રયોગ કરવા છતાં પુનઃ સૂવર રૂપ ઈષ્ટ અર્થના ગ્રહણાર્થે તે તે સ્થળે પાછળ શ્વર શબ્દનો પ્રયોગ થતો હોય છે. તેમજ પિજ શબ્દનો પ્રયોગ કર્યા બાદ ઘણા લોકોને સંદેહ થાય કે “શું આનો અર્થ કોયલ' જ થતો હશે? કે બીજો કોઈ?'' તો તે સંદેહને દૂર કરવા ઉપર શબ્દની પાછળ વોશિન શબ્દનો પ્રયોગ થતો હોય છે. તેમ પ્રસ્તુતમાં પણ સ્વ શબ્દ જ્ઞાતિ, ધન વિગેરે અનેક અર્થવાળો છે, તેથી ‘ડનુનીવ મેડમી
સ્થા જ્ઞાતા.' સ્થળે સ્વ શબ્દની પાછળ જો પર્યાયવાચી જ્ઞાતિ શબ્દનો પ્રયોગ કરવામાં ન આવે તો તે કયા અર્થમાં પ્રયુક્ત છે? તેનો સંદેહ ઉભો રહે. તેથી તાદશ સંદેહના નિરાકરણાર્થે ઉપરોકત સ્થળે સ્વ શબ્દની પાછળ (A) અર્ધજ્વલિત લાકડા જેમ વિખેરાયેલાં પડ્યા હોય ત્યારે ધૂમાડાવાળા હોય છે અને પરસ્પર ભેગા કરવામાં આવે
ત્યારે જેમ બળવા લાગે છે તેમ મારા જ્ઞાતિજન અંગે પણ સમજવું. (B) वराह एव वराहको, बवयोः रलयोश्चैक्यात् वराहको बलाहको वा द्वावप्येकार्थो। 'बलाहको गिरौ मेघे दैत्यनाग
વિષયો:' રૂતિ વિશ્વ: