Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૭
૪૭
સ્થળે તેમના પૂર્વનિપાતાર્થે (e) ‘સર્વાયો૦ રૂ.૨.૬’ સૂત્રથી પુંવદ્ભાવની પ્રાપ્ત્યર્થે (1) 'સર્વાવિવિ રૂ.૨.૨૨૨' સૂત્રથી ત્રિ ના આગમ માટે (g) ‘ત્યવાદ્યન્ય ..પર' સૂત્રથી ટ પ્રત્યયાર્થે (h) ‘ત્યવાહિ ૬.૨.૭' સૂત્રથી ‘વુ' સંજ્ઞા થતા તેમને ‘અવૃદ્ધા૦ ૬.૨.૨૬૦' સૂત્રથી આનિક્ પ્રત્યય અને 'વોરીયઃ ૬.રૂ.રૂર' સૂત્રથી ફચ પ્રત્યયાર્થે અને (i) ‘ત્યવાવેર્નય૦ ૬.રૂ.બ૬' સૂત્રથી મવદ્ પ્રત્યયની પ્રાપ્તિ માટે દર્શાવ્યો છે. આ નવે કારણો અને તેમને આશ્રયીને થતા પ્રયોગો મધ્યમવૃત્તિ અવસૂરીમાં વિસ્તારથી દર્શાવ્યા છે.
(19) શંકા ઃ - સર્વાદિ નામો ક્યારે સર્વાદિ ગણાય છે ? આવા કોઇ વિષયનો તમે સૂત્રમાં ઉલ્લેખ કર્યો નથી. તેથી સર્વાદિ નામો જ્યારે કોકની સંજ્ઞામાં વર્તતા હશે ત્યારે પણ તેઓ સર્વાદિ ગણાતા તેમને સ્મે આદિ કાર્યો થવાનો દોષ આવશે.
સમાધાન :- આ દોષ નહીં આવે. કેમકે અમે સર્વાદિ નામોનો ગણપાઠ સ્થાપ્યો છે. ગણપાઠના બળે અમે સંજ્ઞામાં વર્તતા સર્વાદિ નામોના સર્વાદિત્વનો નિષેધ કરી દઇશું. જેથી સ્મ આદિ કાર્યો કરવાના નહીં રહે. શંકા ઃ- ગણપાઠના બળે શી રીતે સર્વાદિત્વનો નિષેધ થઇ શકે ?
સમાધાન ઃ - અમે શુદ્ધ એવા સર્વાદિ નામોનો જ ગણપાઠમાં સમાવેશ કર્યો છે, સંજ્ઞામાં વર્તતાનો નહીં. તેથી નિષેધ થઇ શકે. આમ હવે ગણપાઠસ્થ સઘળાય સર્વાદિ નામોને આશ્રયીને જે ‘સ્ને' આદિ સામાન્ય કાર્યો કરવાના છે તેમજ ગણપાઠસ્થ અન્ય, અન્યતર વિગેરે પાંચ નામ માત્રને આશ્રયીને ‘વળ્વતો૦ ૧.૪.૬૮’ સૂત્રથી જે ‘ૐ' આદેશ અને ત્યજ્ થી લઇને દિ સુધીના નામોને આશ્રયીને ‘આ દેરી: ૨.૧.૪' સૂત્રથી જે ઞ આદેશ રૂપ વિશેષ કાર્યો કરવાના છે તે ગણપાઠમાં સમાવિષ્ટ શુદ્ધ સર્વાદિ શબ્દોને જ થશે, પણ કોકની સંજ્ઞામાં વર્તતા ગણપાઠ બાહ્ય શબ્દોને નહીં.
શંકા :- ‘અમો મઃ ૨.૨.૬' સૂત્રમાં તો સંજ્ઞામાં વર્તતા અને તે સિવાયના બન્ને પ્રકારના ચુખવું, સમર્ શબ્દથી પરમાં રહેલા અમ્ -એ પ્રત્યયના ૬ આદેશનું વિધાન કર્યું છે અને યુધ્મવું, અસ્મન્ શબ્દો સર્વાદિ ગણપાઠમાં દર્શાવ્યા છે. આમ તે સૂત્રમાં મેં આદેશ રૂપ સર્વાદિ કાર્ય કરવા માટે સંજ્ઞામાં વર્તતા યુદ્, અસ્મન્ શબ્દોનું પણ ગ્રહણ થતું હોવાથી તમારી ‘સર્વાદિનામાશ્રિત કાર્યો કરવા માટે ગણપાઠસમાવિષ્ટ શુદ્ધ સર્વાદિ નામોનું જ ગ્રહણ થશે, સંજ્ઞામાં વર્તતા ગણપાઠબાહ્ય નામોનું નહીં' આ વાત ક્યાં ઊભી રહી ?
સમાધાન :- ‘અમો મઃ ૨..૬' સૂત્રમાં ગણપાઠ નિર્દિષ્ટ યુધ્મન્, મમ્મદ્ શબ્દોનું ગ્રહણ નથી કર્યું, પણ ઉણાદિ ગણના યુધ્મ ્, અસ્મન્ શબ્દનું ગ્રહણ કર્યું છે. આમ તે શબ્દો સર્વાદિ ગણના ન હોવાથી તે સૂત્રથી થતું મેં આદેશરૂપ કાર્ય સર્વાદિનામાશ્રિત કાર્ય ન ગણાતા અમારી ઉપરોકત વાત યથાવત્ ઊભી રહે જ છે.