Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૭.
૪૧ પૂર્વA) વિગેરે સાત શબ્દોથી વાચ્ય દિશા, દેશ, કાળ અને સ્વભાવરૂપ પદાર્થો દ્વારા અપેક્ષાતો જે વ્યવસ્થાના અપર પર્યાયરૂપ મર્યાદાનો અવસ્થંભાવ, તે ગમ્યમાન હોય ત્યારે પૂર્વ વિગેરે સાત શબ્દોને સર્વાદિ જાણવા.'
આને દષ્ટાંત દ્વારા સમજીએ. પૂર્વ શબ્દથી વાચ્ય દિશાને આપણે પૂર્વ દિશા એટલા માટે કહીએ છીએ કે તેની પરમાં મર્યાદા રૂપે પર (પશ્ચિમ) દિશા રહેલી હોય છે. અર્થાત્ પાછળ રહેલી પશ્ચિમ દિશા મર્યાદા રૂપે છે તેથી તેની પૂર્વમાં રહેલી દિશાને આપણે પૂર્વ દિશા કહીએ છીએ. એવી જ રીતે પર શબ્દથી વાચ્ય દિશાને આપણે પર (પશ્ચિમ) દિશા એટલા માટે કહીએ છીએ કે તેની પૂર્વમાં મર્યાદા રૂપે પૂર્વ દિશા રહેલી હોય છે. આમ દિશાના વાચક પૂર્વ વિગેરે સાત શબ્દો અવશ્ય કોઇ મર્યાદાની અપેક્ષા રાખતા હોય છે. આ જ રીતે દેશ, કાળ અને
સ્વભાવના વાચક પૂર્વાલિ શબ્દો અંગે પણ સમજી લેવું. તેથી ફલિતાર્થ આ થયો કે અવશ્યપણે અવધીને સાપેક્ષરૂપે વર્તતા દિશા, દેશ, કાળ અને સ્વભાવ રૂપ પદાર્થના વાચક રૂપે પૂર્વાદિ સાત શબ્દો જ્યારે જણાતા હોય ત્યારે તેમને સર્વાદિ સમજવા, અન્યથા નહીં. પ્રયોગો – પૂર્વ, પૂર્વ અથરને, અથરા
જ્યાં અવશ્યપણે મર્યાદા હોવા રૂપ વ્યવસ્થા ન જણાતી હોય ત્યાં પૂર્વાવસાત શબ્દો સર્વાદિ નહીંગણાય. જેમ કે ‘ક્ષિMાય થાય (ગવૈયાને) તેહિ અને ક્ષારે દિના ગૃહન્તિ’ આ ઉભય સ્થળે ક્ષિત શબ્દ મર્યાદાને નિયત દિશાદિના વાચકરૂપે નથી વર્તતો, પણ અનુક્રમે કુશળ અને 'દાન' આ બે અર્થોને જણાવવામાં તત્પર છે. તેથી સર્વાદિ ન ગણાવાથી એ આદેશ નહીં થાય.
(14) સ્વ શબ્દ આત્મા (પોતે), આત્મીય (પોતાના), જ્ઞાતિ અને ધન આ ચાર અર્થનો વાચક છે. તેમાંથી જ્યારે તે આત્મા’ અને ‘આત્મીય' અર્થનો વાચક હોય ત્યારે તેને સર્વાદિ ગણી એ આદેશ વિગેરે સર્વાદિ કાર્યો થશે. જેમ કે ‘ય સ્વ રોતે તત્ સ્વ રતિ અર્થ - જે પોતાને રુચે છે તે પોતાના લાગતાવળગતાને આપે છે. પણ જ્યારે સ્વ શબ્દ ‘જ્ઞાતિ અને ધન અર્થને જણાવતો હોય ત્યારે તે સર્વાદિ નહીં ગણાવાથી તેને આદેશાદિ કાર્યો નહીં થાય. દા.ત. “સ્વાય રાતું સ્વાય મૃદયતિ' અર્થ – જ્ઞાતિજનને આપવા ધનની સ્પૃહા કરે છે.
શંકા - “આત્મા-આત્મીય અર્થમાં સ્વ શબ્દ સર્વાદિ ગણાય અને “જ્ઞાતિ-ધન અર્થમાં સવદિ ન ગણાય એવું કેમ?
સમાધાન - આનું કારણ એ છે કે કોઈપણ સવદિ શબ્દો જો કોઇની સંજ્ઞામાં વર્તતા હોય તો તેઓ સર્વાદિ નથી ગણાતા. હવે જે પ્રયોગ સ્થળે શબ્દાન્તરને નિરપેક્ષ (પરમાં વિશેષ્ય વિગેરે અન્ય શબ્દોની અપેક્ષા ના રાખતો) સ્વ શબ્દ સ્વાભાવિક રીતે જ જ્ઞાતિ-ધન” અર્થનો વાચક બનતો હોય, તેવા સ્થળે તે જ્ઞાતિ-ધન પદાર્થની સંજ્ઞા રૂપે વર્તતો હોવાથી સવદિ ન ગણાય. (A) સ્વચ પૂર્વાલિશસ્ય મયં = વચ્ચે તેને મોક્ષ = મોક્ષમાળ: : મધઃ તસ્ય નિયમ: કૃત્યર્થ
નિયમેનાવધિસાપેક્ષાર્થે વર્તમાનાનાં પૂર્વાલિશાનાં સર્વાધિત્વ મવતિ (વેસ:શે. સરતા)