________________
ઉપક્રમ
મુક્તિના
માટે સંપૂર્ણ એકાગ્રતા અને દઢ-નિશ્ચયપૂર્વક આત્મ-કલ્યાણની સાધનામાં વિનરૂપ પ્રબલ-કર્મોના આવરણને ખસેડવા પર્વોક્ત ત્રિપુટીની નિમલ–સાધના માટે અહર્નિશ ઉઘત બનવું જરૂરી છે.
પૂર્વોક્ત સાધનત્રિપુટીમાં પૂર્વના સાધનોના સહકારથી ઉત્તરોત્તરના ગુણોની વિશુદ્ધિ, નિર્મળતા અને ફલાધાયકતા વધુ ચોક્કસ થાય છે,
જેમ કે સમ્યગદર્શનના બલે પૂર્વનું અજ્ઞાનમાં લેખાતું વ્યાવહારિક ચૌદ-વિદ્યાનું પ્રકાંડ પણ જ્ઞાન સમ્યગ જ્ઞાનરૂપે બની આત્માને વિવેકના માર્ગો ઉજજવલ-મુખે વિહરણ કરાવે છે–આગલ ધપાવે છે,
તેમજ સમ્યગજ્ઞાનના પ્રતાપે અ–જયણા, અનુપયોગ આદિથી થતી મલિનત ને રેકી સર્વ-સંવરરૂપે મહત્તા સમજાવવાપૂર્વક ભાવચારિત્રની પ્રાપ્તિ કરાવે છે.
અહીં એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે –
પૂર્વના ગુણોની પ્રાપ્તિ પણ ત્યારે સફલ લેખાય છે કે જયારે તે ગુણે આગળના ગુણેને મેળવવાની કે તે દ્વારા કલ્યાણ-સાધનાના પંચે વિહરવાની તત્પરતા પેદા કરે.
જેમ કે – સમ્યગદશન પામેલ પ્રાણી તના અપૂર્વ રચનપૂર્વક શ્રદ્ધાનના અપૂર્વ અભ્યાસથી વાસ્તવિક જીવાદિતોના સ્વરૂપ-જ્ઞાન પ્રતિ પ્રવૃત્તિવાળે