________________
ઉપકમ
મુક્તિના
સમજાવનાર શ્રી તત્વાર્થસૂત્રના પ્રારંભમાં આધ્યાત્મિકસાધનાના માર્ગને સરલ-રીતિએ સમજવાની ઈચ્છાવાળા મુમુક્ષુ આરાધક-આત્માઓના હિતાર્થે ફરમાવે છે કે –
જગના તમામ દુખ-સંતાપના મૂલબીજ-કારણભૂત કર્મોના બંધનમાંથી મુક્તિ મેળવ્યા વિના જગતના પ્રાણુંઓને વાસ્તવિક સુખ-શાંતિ હસ્તગત નહિં થવાનું ચાક્કસ છે.
તેથી આ સૂત્રમાં ત્રણ પદાર્થ મુખ્યતઃ એકસૂત્રતરૂપે જણાવેલ છે કે-જે ત્રણ પદાર્થ સ્થૂલ દૃષ્ટિએ ભિન્ન જણાય છે. પણ વસ્તુતઃ એક જ કાર્યને સાધવામાં સાંકળના અકડાની જેમ પરસ્પર સંકળાયેલા હોઈ ત્રણેમાં સાપેક્ષ એકત્વ રહેલું છે. કેમકે દરેક કાર્યની સિદ્ધિમાં તેના સાધક-કારણેની પ્રતીતિ, કારણેના સ્વરૂપનું જ્ઞાન અને તદનુકૂલ પ્રવૃત્તિ આ ત્રણ અંગ મુખ્ય હેાય છે, માટે કર્મોના બંધનથી મુક્તિ મેળવવામાં મુક્તિના કારણેની પ્રતીતિ, તેઓનું જ્ઞાન અને તદનુકૂળ વર્તન જરૂરી હોય છે.
ત્રણેમાંથી એકની પણ નિર્બલતા કાર્યને મુખ્યત સાધી શકતી નથી.”
વળી આ અર્થને પ્રધાનપણે સૂચવવા વ્યાકરણના ઉદ્દેશ્યવિધેયના સામાનાધિકરણ્યના સર્વપ્રતીત નિયમનું આભાસિક-ઉલ્લંઘન કરી વચનમાં ફેરફાર રાખ્યો છે, અન્યથા સામાન્યતઃ વિધેયની સમકક્ષાએ જ ઉદ્દેશ્યના વચનની વ્યવસ્થા હોય છે,