________________
શ્રમણભગવત-૨ ધાર્મિક કાર્યક્રમ સાથે ચાતુર્માસ પરિપૂર્ણ થતાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ભવ્ય સમારેહપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહત્સવ ઊજવાયે. આવા અનેક મહાસેથી તેમણે જેનશાસનની અનુપમ સેવા કરી, આદર્શ સંયમજીવનની સાધના કરી, સ્વજીવનને ધન્ય બનાવ્યું. આવાં અનેકવિધ ભવ્ય પ્રસંગેની ઉજવણી સાથે પૂ. ગુરુદેવ પ્રત્યે ત્રણ અદા કરવાના હેતુપૂર્વક પૂજ્યશ્રીએ મધ્યપ્રદેશમાં આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી સ્મારક જ્ઞાનમંદિર ટ્રસ્ટ ની સ્થાપના કરી, અનેકવિધ સામાજિક કાર્યો કરવાની, પુસ્તક પ્રકાશનની અને જ્ઞાન તેમ જ ધર્મની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવાની વિશાળ જના બનાવી. તદનુસાર, મંદસૌર મુકામે નઈ આબાદીમાં ભવ્ય જ્ઞાનમંદિર–આરાધના મંદિર તૈયાર થઈ ગયું છે. આજે ચતુર્વિધ સંઘ તેને અનુપમ લાભ ઉઠાવે છે. પૂજ્યશ્રીએ અનેક સ્થાનમાં પૂજ્ય ગુરુદેવની ચિરસ્થાયી
સ્મૃતિ માટે ગુરુમંદિર બનાવરાવી ગુરુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી તેમના બે સંસારી ભાઈઓ, વૃદ્ધ પિતાશ્રી, બે ભાણેજ આદિ અનેક સગાંસંબંધી સંયમમાર્ગના યાત્રી બન્યાં છે. ધન્ય હો એવા ગુરુદેવશ્રીને અને તેઓશ્રીની સંયમસાધનાને !
નમ્રતાના ભંડાર સમા વત્સલ સાધુપુરુષ પૂ. આચાર્યશ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ
ઉત્તર ગુજરાતમાં ગુણગરવું શહેર મહેસાણા. તે જિલ્લાનું નાનકડું ગામ છનિયાર. તે ગામમાં પુરુષોત્તમદાસ અને રેવાબહેન નામનું સાદગી અને સંસ્કારની સુરભિથી સુવાસિત યુગલ રહે. આ પ્રસન્ન દંપતીને બે પુત્રરત્ન પ્રાપ્ત થયા : મંગલદાસ અને શંકરલાલ. કઈ ભાગ્યવતી પળે મોટાભાઈ મંગલદાસને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સમા સચ્ચારિત્રવાન સાધુપુરુષને સત્સંગ લાવ્યું અને ભાઈ મંગલદાસને જીવનનું મંગલ કરનારે મુનિજીવનને મંગલ માર્ગ મળી ગયે! આસો સુદ ૧૦ને દિવસે જન્મેલા મંગલદાસે સોળ વર્ષની વયે પૂ. આચાર્ય શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી (તે સમયે મુનિશ્રી ભુવનવિજ્યજી) મહારાજનાં ચરણોમાં સં. ૨૦૦૪માં અક્ષયતૃતીયાને પુનિત દિવસે પાટણ પાસે આવેલા ચારૂપ તીર્થમાં ચારિત્ર ગ્રહણ કર્યું. અને મંગલદાસ મુનિશ્રી મહાનંદવિજયજી બન્યા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ મુનિશ્રી પોતાના પરમ ઉપાસ્ય ગુરુદેવ શ્રી ભુવનવિજ્યજી મહારાજના સાંન્નિધ્યમાં સતત રહેવા લાગ્યા. છાયાની પ્રતિષ્ઠાયાની જેમ, હમેશા ગુરુચરણે રહેતા મુનિશ્રીને ગુરુભક્તિનાં મધુર ફળ પ્રાપ્ત થવા માંડ્યાં. શાસ્ત્રોની આ ફળપ્રદ વાણી છે કે, “ગુરુકુવાસ પર જ્ઞાનાસિંઘતુઃ ” અર્થાત્ “ગુરુની નિશ્રામાં સતત રહેવાથી જ્ઞાન-દર્શનચારિત્ર આદિ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.” “વૈયાવૃત્યમાત્રના કુર્વિન મત્સ્ટ Hસાદથતિ, Twવષવૈયાવૃત્યમાત્રસ્થાપિ મવાત ” અર્થાતું, “ગુરુની વૈયાવચ્ચ કરનાર સાધુ પણ મહાન ફળને પ્રાપ્ત કરે છે. કારણ કે ગુરુની માત્ર સેવા કરવી તેનું પણ અનેરું મહત્ત્વ છે.” શાસ્ત્રોની આ અમરવાણી મુનિશ્રી મહાનંદવિજયજીના હૃદયમાં વસી ગઈ હતી. અને તેથી જ તેમણે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org