________________
૩૮
શાસનપ્રભાવક
મુનિશ્રી જયંતવિજયજી મહારાજ પોતાની અપૂર્વ પ્રતિભા દ્વારા અનેક શાસનપ્રભાવનાનાં કા દ્વારા સકલ સંઘના અત્યંત પ્રીતિપાત્ર બન્યા. આથી અનેક શ્રીસદ્યા દ્વારા તેએશ્રીને ગણિપદ અને પંન્યાસપદ અપવાની વિનતિ થઇ. પરિણામે, સં. ૨૦૧૫માં રાજસ્થાનના સાદડી મુકામે પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ દ્વારા પચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના યાગ કરાવી, બરખૂંટ ( રાજસ્થાન )માં ભવ્ય મહોત્સવપૂર્ણાંક ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યાં. ત્યાર બાદ, સુરત, મુંબઈ જેવાં શહેરામાં થતા ચાતુર્માસમાં પૂજ્યશ્રીના પ્રભાવે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થતાં રહ્યાં. પૂજ્યશ્રીના વધતા પ્રભાવ વડે પાતાની જન્મભૂમિ કુવાલામાં સ્વ. પૂ. ગુરુભગવંતાની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસ`ગે પૂ. આચાર્ય શ્રીના પ્રેમભર્યાં આગ્રહથી અને અનેક શ્રીસંઘેાની વિન ંતિથી મહામહાત્સવપૂર્વક પૂજ્યશ્રીને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. ત્યાર બાદ, પૂજ્યશ્રીએ પોતાના અનુજ મુનિશ્રી યશાભદ્રવિજયજી તથા મુનિરાજ શ્રી યતીન્દ્રવિજયજી અને મધુરભાષી મુનિરાજશ્રી વિમલભદ્રવિજયજી સાથે લગભગ ૧૪ વર્ષ સુધી રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં નાનાંમોટાં ગ્રામનગરે – ઇન્દોર, ઉજ્જૈન, રતલામ, મંદસૌર, ઉદયપુર, મેાટી સાદડી, ચિત્તેડ આદિ સ્થાનેામાં વિચરી જિનમંદિરનાં જીર્ણોદ્વાર-નવનિર્માણ, ઉપાશ્રયા, પૌષધશાળા, પાઠશાળાએ આદિનાં નિર્માણા માટે આદેશ આપ્યા. આ વિહાર દરમિયાન અંજનશલાકા, પ્રતિષ્ઠા મહાત્સવા, ઉદ્યાપના, ઉપધાનતપ, પગપાળા છ'રી પાલિત યાત્રાસંઘે આદિ અનેક ધાર્મિક કા ક્રમેા થયા. પૂજ્યશ્રીએ આ કાર્યોં દ્વારા અનેક શ્રીસંઘા પર ઉપકારની અમીવર્ષોં કરી. પરિણામે ત્યાંના શ્રીસ`ઘાએ પૂજ્યશ્રીના પ્રભાવથી આકર્ષાઈ ને તેઓશ્રીને ભવ્ય સમારેાહપૂર્વક ચિત્તાખેડા ( મંદસૌર જિલ્લા )માં વીનિર્વાણ સ'. ૨૫૦૧માં મહા સુદ ૩ના પાવન દિવસે આચાય પદથી અલ'કૃત કર્યાં. તે પછી, ઇન્દોર-વલ્લભનગરના જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માલવાના અનેક સંઘાએ પૂ. આચાર્ય શ્રીને ‘ માલવકેશરી 'ની પદવીથી વિભૂષિત કર્યા.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરી, પૂજ્યશ્રી પાલીતાણા તથા શ’ખેશ્વરજીની તીયાત્રા નિમિત્તે ગુજરાત પધાર્યાં. અત્યંત આનંદપૂર્વક અનેક તીથેની યાત્રાએ કરી, સુરત–નવાપુરામાં શ્રીસંઘના આગ્રહથી ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન શહેરના ઇતિહાસમાં અંકિત કરવા યોગ્ય અનેક ધાર્મિક કાર્યો થયાં. સ્વ. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પુણ્યતિથિ પ્રસંગે ૩૬ બ્રેડનુ દ્યાપન, અત્ પૂજન આદિ ભવ્ય કાર્ય ક્રમેાથી શહેરની પ્રજા ઘણી જ પ્રભાવિત થઈ. એ સાથે ગુજરાત પ્રદેશમાંથી પ્રથમ વાર સુરતથી નાગેશ્વરજી મહાતીર્થના પગપાળા છ'રી પાલિત સઘના ૫૦ દિવસના અભૂતપૂર્વ કાર્ય ક્રમ ઘડાયા. સેંકડા ભાવિકા અને છછ ટાણા સાધુ-સાધ્વીજી સાથેના આ ઐતિહાસિક સંધ ઠેર ઠેર પ્રભાવના કરતા નાગેશ્વરજી મહાતી પહોંચ્યા અને ૫૦૦૦ ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં સંઘપતિઓની તી માળના ઉત્સવ ઊજવાયા. પુન: રાજસ્થાન-મધ્યપ્રદેશ ગયા હોવા છતાં સુરતના કતારગામમાં શ્રી કાંતિભાઈ ચાકસીના માર્ગદર્શન તળે શ્રી કાંતિભાઈ જેકિશનદાસ વખારિયા પરિવાર તરફથી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજી અને શ્રી શાંતિનાથજી આદિ જિનબિ બેાની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહેાત્સવ ઊજવવાના હોવાથી પુનઃ પૂજ્યશ્રી કતારગામ ચાતુર્માસ પધાર્યા. વિવિધ
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org