________________
૩૬
શાસનપ્રભાવક
ભાઈએ સં. ૧૯૮૮ના માગશર સુદ ૩ને દિવસે ભાગવતી દીક્ષા સ્વીકારી, મુનિશ્રી ભુવનવિજ્યજી મહારાજના નામે જાહેર થઈ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજના શિષ્ય થયા. શ્રી કાંતિલાલે સં. ૧૯૯૨ના ચૈત્ર માસમાં આચાર્ય શ્રીમદ્ વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં દીક્ષા લીધી અને તેઓ મુનિ શ્રી કનકવિજયજી તરીકે આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના શિષ્ય બન્યા. સં. ૧૯૯૭માં માગશર સુદ ૧૧ને શુભ દિને પાટણ શહેરમાં, પૂજ્યશ્રી ભુવનવિજયજી મહારાજ તથા મુનિશ્રી કનકવિજયજી મહારાજની નિશ્રામાં ગજરાબહેને પણ ખેતરવસીના પાડે પિતાના ઘેરથી અઠ્ઠાઈ મહત્સવપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી ગુણશ્રીજી તરીકે જાહેર થયાં. પરંતુ તેમને દીક્ષા પર્યાય અપ રહ્યો. સં. ૨૦૦૧ના ચૈત્ર સુદ ૧૧ની રાત્રિએ શ્રી ગિરનાર મહાતીર્થની છાયામાં ચાલુ વરસી તપે તેમણે સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો.
પૂજ્ય મુનિવર શ્રી ભુવનવિજયજી મહારાજના ઉપદેશથી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. પાટણમાં કનાશાને પાડે સં. ૧૯૭ના માગશર સુદ ૧૩ને દિવસે સ્થાપન થયેલી “શ્રી ભુવનવિજયજી જૈન પાઠશાળા” આજપર્યંત ઉત્તમ રીતે ચાલે છે. આ પાઠશાળામાં પંચ. પ્રતિક્રમણથી માંડીને જીવિચાર, નવતત્ત્વ, દંડક, સંઘયણી, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહતું સંઘયણી, ક્ષેત્રસમાસ, તત્વાર્થ અને સંસ્કૃત આદિમાં લખાયેલાં શાસ્ત્રોને તાત્વિક અભ્યાસ કરાવવામાં આવે છે. આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલાં સેંકડે યુવક-યુવતીઓમાંથી ચાર કન્યાઓએ અને એક યુવકે ચારિત્ર અંગીકાર કર્યું છે. આ સંસ્થા પૂ. ગુરુદેવને અત્યંત પ્રિય છે. આ સંસ્થા સાથે સંબંધિત “શ્રી શાંતિનાથ જૈન વનિતામંડળ” છે, જેમાંની ૭૦-૮૦ બહેને વિવિધ રાગરાગિણીથી પૂજા ભણાવવામાં પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, સં. ૨૦૦૩માં તેઓશ્રીના સદુપદેશથી પાટણમાં “શ્રી જૈન ધર્મોપકરણ સંસ્થા ” સ્થપાઈ, જે સાધુ-સાધ્વીજીઓની, શ્રાવક-શ્રાવિકાઓની યથાશક્તિ ભક્તિસેવા કરી રહી છે.
ઉગ્ર વિહાર અને વિશાળ શાસનપ્રભાવનાને લીધે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ સમગ્ર ભારતવર્ષમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. “શ્રી ભુવનવિહારદર્પણ” નામને દળદાર ગ્રંથ માહિતી આપે છે તેમ, તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગ, તમિલ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ આદિ પ્રદેશમાં વિહરી અદ્ભુત વિહારી તરીકે પ્રભાવ પાડ્યો હતો. એટલું જ નહિ, તેઓશ્રીએ નીલગિરિ પહાડ કે કેઈમ્બતૂર જેવા કઠિન પ્રદેશમાં પણ વિહાર કર્યો અને જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ભવ્ય દેરાસર. ઉપાશ્રયે, પાઠશાળાઓ, વર્ધમાન આયંબિલ તપની સંસ્થાઓની સ્થાપના કરી; પ્રતિષ્ઠા મહોત્સવ, ઉજમણું આદિ કર્યા; અનેક પુણ્યાત્માઓને ધર્મમાર્ગે વાળ્યા. પૂજ્ય મહારાજશ્રીના વિનયવંત વિદ્વાન શિષ્યરત્ન પૂ. શ્રી મહાનંદસૂરિજી મહારાજની દીક્ષા સં. ૨૦૦૪માં અને સેવાભાવી શિષ્યરત્ન શ્રી યશેખરવિજયજી મહારાજની દીક્ષા સં. ૨૦૦૯માં થઈ. તેઓશ્રીને સાથે રાખીને પૂજ્ય આચાર્ય ભગવંત જૈનશાસનને ધર્મધ્વજ સમગ્ર ભારતવર્ષમાં લહેરાવી રહ્યા !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org