________________
શાસનપ્રભાવક
શાસનની શાન વધારનાર પૂ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
પુણ્યભૂમિ ગુજરાતની એક ધર્મપુરી રાધનપુર છે. ચરિત્રનાયકશ્રીની એ જન્મભૂમિ. માતા જીવીબાઈની કુક્ષીએ સં. ૧૯૭૦ના ફાગણ વદ ૧૧ને શુભ દિને એક પુત્રરત્નને જન્મ થયો. પિતા હરગોવનદાસને આથી ઘણે હરખ થયો. બાળકને નામ આપ્યું રતિલાલ. માતાપિતાએ બાળકને શિક્ષણ અને સંસ્કારથી સુશોભિત કર્યો. રતિલાલ યુવાન વયે (ડહેલાવાળા) પ્રશાંતમૂતિ પૂ. આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવતાં વૈરાગ્યના રંગે રંગાયા. સંસારમાં મેહમગ્ન કુટુંબની અનુમતિ સહેલાઈથી મળે તેમ નહોતી. રતિલાલની ઉંમરે તે સમયે ૨૨ વર્ષની હતી. તે પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. છેવટે સં. ૧૯૯૨ના માગશર સુદ ૬ને દિવસે મહોત્સવપૂર્વક શ્રી સિદ્ધિગિરિની પવિત્ર ભૂમિમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુજીએ તેમનું નામ પડ્યું મુનિશ્રી રાજેન્દ્રવિજયજી.
ત્યાર બાદ મુનિશ્રી રાજેન્દ્રવિજ્યજી પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગ્રામાનુગ્રામ વિચરતાં જ્ઞાન–ધ્યાન અને તપ-સાધનામાં આગળ વધતા રહ્યા. ગુરુદેવ સાથે વિચરતાં અનુભવજ્ઞાન પ્રાપ્ત થવા સાથે સિદ્ધહેમ, લધુવૃત્તિ, વ્યાકરણ, ન્યાય, કાવ્ય, પ્રકરણ આદિને ઊંડો અભ્યાસ કર્યો. સં. ૨૦૦૬માં પૂ. ગુરુદેવને સ્વર્ગવાસ થયો. ત્યાર બાદ પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં ત્યાં તેઓશ્રીના શાંત સ્વભાવ, સદાચારી જીવન, સરળ વ્યાખ્યાનપદ્ધતિ, હદયંગમ વાણી અને નિરાડંબર વ્યક્તિત્વને પ્રભાવે ખૂબ યશ પ્રાપ્ત કરી શક્યા અને શ્રી સંઘને સારી રીતે ધર્મલાભ આપી શક્યા. તેઓશ્રીની આ વિશાળ શાસનપ્રભાવનાથી પ્રેરાઈને, અનેક શ્રીસંઘની આગ્રહભરી વિનંતિને લીધે, સિડીમાં ગોહનપૂર્વક વિ. સં. ૨૦૧૦ના કારતક વદ ૩ ને ને દિવસે, અનુક્રમે ગણિ અને પંન્યાસપદે પૂ. આચાર્યશ્રી વિજયરામસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા. આ મહામહોત્સવ પ્રસંગે રથાનિક અને આસપાસના સંઘે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સારે લાભ લીધો હતું. ત્યાર બાદ, વિ. સં. ૨૦૨૩માં જોટાણામાં, પૂજ્યશ્રીને પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી મહારાજના શુભ હસ્તે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શિષ્ય-પ્રશિષ્યાદિ સાથે સં. ૨૦૩૦માં માલવાડા ચાતુર્માસ પધારતાં તેઓશ્રીનું ૬૧ બેડાંથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર માંગલિક દેશના આપતાં ધર્મજાગૃતિ થવા લાગી. ત્યાર પછી વિવિધ તપની ઉજવણી નિમિત્ત અઠ્ઠાઈ મહોત્સવ, સ્વામીવાત્સલ્ય આદિ થયાં. વીરનિર્વાણની પચ્ચીસમી શતાબ્દીમાં આ પરગણામાં કદી ન જોયા હોય એટલી વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજી મહારાજેએ પધારી આરાધના-તપશ્ચર્યા પૂર્વક નિવિદને ચાતુર્માસ પરિપૂર્ણ કરતાં જોયાં. આ પ્રસંગે ૨૦ છોડનું ભવ્ય ઉદ્યાપન-નવકારશી વગેરે થયેલ. શેઠ શ્રી રાયચંદ ગેમાજી પરિવારે પૂજ્યના ચાતુર્માસને તથા સાધર્મિક ભક્તિને અપૂર્વ લાભ લીધે. સં. ૨૦૩૧માં પુરણ (રાજસ્થાન) મુકામે જિનબિંબની પ્રાણ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org