________________
શાસનપ્રભાવક
અને આનંદ થયે. પુત્રજન્મથી સમગ્ર પરિવારમાં અને ગામમાં આનંદની લાગણી ફેલાઈ પુત્રને જોઈ સુંદર સામુદ્રિક લક્ષણોથી યુક્ત બાળક વિશે સૌ કઈ કલ્પના કરવા માંડ્યા કે આ બાળક અમૃત ભવિષ્યમાં મહાન વિભૂતિ બનશે.
બાળપણામાં માતા-પિતા તરફથી ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત કરવાપૂર્વક અમૃતલાલ ગુજરાતી નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ લેવા લાગ્યા. બુદ્ધિને પશમ સારે હોવાથી શાળામાં શિક્ષકને નેહ સંપાદન કરી શક્યા. ગુજરાતી સાત ધરણનું શિક્ષણ મેળવવા સાથે કિશોર અમૃતલાલના અંતરમાં ધાર્મિક શિક્ષણ લેવાની ઉત્કૃષ્ટ ભાવના પેદા થઈ. આ માટે તેઓ મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં રહ્યા. ત્યાં વિનય-વિવેકપૂર્વક શિક્ષા ગ્રહણ કરતાં અને પાટણમાં પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજ પાસે ઉપધાન કરી માળ પહેરી ત્યારથી અંતરમાં સંસારત્યાગની પાવનકારી મહેચ્છા જાગી ઊઠી. માતાપિતાને આ વાતની જાણ થતાં અમૃતલાલને મોહગ્રસ્ત સંસારની માયાજાળમાં બાંધી રાખવા માટે તેમનું સગપણ ઘણું ઉતાવળે કરી લીધું. આ પ્રસંગથી ભાઈ અમૃતલાલની વૈરાગ્યત ઝાંખી પડવાને બદલે વધુ પ્રજ્વલિત થઈ. ડહેલાના ઉપાશ્રયના પ્રકૃષ્ટ પ્રતિભાધારી પૂ. પંન્યાસજી શ્રી ધર્મવિજ્યજી મહારાજ સાથે સંપર્ક વધતાં આ અસાર સંસાર ત્યાગ કરી, સાધુજીવન સ્વીકારવાની ભાવને પ્રબળ બની. તે વખતે અમૃતલાલની વય નાની હતી. ભેગ-સુખની લાલસાવાળા જગતને ત્યાગી વૈરાગ્યને માર્ગ રુચે નહિ તે સ્વાભાવિક છે. તેથી કેટલાક બાલદીક્ષાના વિરોધીઓ દ્વારા અમૃતલાલની દીક્ષા અટકાવવાના જોરદાર પ્રયત્ન થયા. આમ છતાં, પૂ. પં. શ્રી ધર્મવિજયજી ગણિના, પૂ. પં. શ્રી સુરેન્દ્રવિજયજી ગણિએ હિંમતપૂર્વક દઢ આત્મવિશ્વાસપૂર્વક પાટણમાં વિ. સં. ૧૯૮૭ના કાતિક વદ ૧૧ના શુભ દિવસે અમૃતભાઈને ભાગવતી દીક્ષા આપી, મુનિરાજ શ્રી અશોકવિજયજી નામ રાખીને, પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષા આપ્યા બાદ, વિરોધીઓ દ્વારા ઘણું જ પરેશાની ઊભી કરવામાં આવી; કેર્ટમાં કેસ કરવામાં આવ્યું. છતાં જેનશાસનના અધિષ્ઠાયક દેવના પુણ્યપ્રભાવે, પૂ. પં.શ્રીના પુણ્યપ્રતાપે અને મુનિ શ્રી અશોક વિજ્યજી મહારાજના દઢ મનોબળે બધાં કષ્ટોને પાર કરી, ઘણા આનંદ-ઉમંગ સાથે સંયમજીવનની સાધનાને આરંભ કરી દીધું.
દીક્ષા બાદ ત્રણ જ વર્ષમાં, વિ. સં. ૧૯૯૦ના ચૈત્ર વદ ૮ને દિવસે પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પરંતુ વડીલ ગુરુભ્રાતા પૂ. પં. શ્રી સુરેન્દ્રસૂરિજી મહારાજની શીતળ છાયામાં મુનિશ્રી અશોકવિજ્યજીએ શાનું અધ્યયન કરી અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. શાંત સ્વભાવ, દિનરાત જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ, વડીલે પ્રત્યે વિનયવિવેક આદિ ગુણોના પ્રભાવે ચરિત્રનાયકશ્રી સમુદાયના તેજસ્વી તારલા રૂપે સૌ કેઈના આદરપાત્ર બન્યા. વડીલ ગુરુભ્રાતા પૂ. આ. શ્રી વિજયસુરેન્દ્રસૂરિજી મહારાજના સ્વર્ગવાસ પછી તેઓશ્રીના શિષ્યરત્ન આ. શ્રી વિજયરામસૂરિજી મહારાજના વરદ હસ્તે ચાણસ્મા મુકામે વિ. સં. ૨૦૦૯ભાં માગશર સુદ ૪ને દિવસે શ્રીસંઘના અત્યંત આગ્રહપૂર્વક ધામધૂમથી ગણિપદપંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂ. પંન્યાસશ્રી અશોકવિજયજી મહારાજ ઘણી સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવે છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org