________________
શ્રમણભગવંતા–ર
રૂપ
પ્રતિષ્ઠા તથા ૧૭ થ્રેડનુ ઉજમણુ ધામધૂમથી થયેલ. જેઠ વદ ૧૩ના માલવાડામાં પ ોડનુ ઉજમણું તથા ભવ્ય પ્રતિષ્ઠા થયેલ. ધાનેરા સંઘની આગ્રહભરી વિનંતિથી ચાતુર્માસ ત્યાં થતાં શેઠશ્રી નેમચંદ પ્રેમચંદે બધા લાભ લીધા હતા. દશેરાથી ઉપધાન તપને શુભારંભ થતાં ૪૨૫ આરાધકો જોડાયા. માલારોપણ પ્રસંગે ૪૨ છેડનું જમણુ થયુ'. સ. ૨૦૩૨માં પલ્લવિયા પાર્શ્વનાથજીના મુખ્ય મંદિરે ૩૩ ધાડ, ૩૩ કળશ અને ચૌમુખા જિનબિ બેની પ્રતિષ્ઠા મહાત્સવપૂર્ણાંક થઈ. સ.૨૦૩૩માં અમદાવાદમાં ધર્મનાથ જૈન પાશાળા સ્થાપી. સ. ૨૦૩૪માં આગ્રહભરી વિનંતિથી પાટણ પધારતાં શેઠશ્રી જીવાભાઈ છગનલાલના શ્રેયાર્થે પાંચ મહાપૂજના સહિત અદ્ભુત જિનભક્તિમાત્સવ ઊજવાયા. અમદાવાદથી ચાંદરાઈવાળા શાહ હકમાજી હીરાજીએ પૂ. આચાર્ય શ્રીને વિનંતિ કરીને તેડાવ્યા. તેઓશ્રીની નિશ્રામાં પોષ વદ પાંચમ ને રવિવારે શ્રી સિદ્ધગિરિને છરી પાળતા ભવ્ય સંઘ નીકળ્યેા. આ રીતે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પ્રવર્તાવતાં વિ, સં ૨૦૩૭ના જેડ સુદ ૬ને દિવસે ભીનમાલ મુકામે તેઓશ્રી કાળધર્મ પામ્યા. આમ, જૈનશાસનના આ મહાન યેતિધર પ્રત્યેક પળે શાસનની અદ્ભુત સેવા કરવા માટે અહેરાત તત્પર રહેતા. પૂજ્યશ્રીની છત્રછાયામાં અનેક મહાન કાર્યો થતાં રહેલ. એવા એ સમર્થ આચાર્ય ભગવંતને અંતઃકરણપૂર્વક વંદના હજો !
જેમણે અનેક જૈન-જૈનેતર ભવ્યાત્માઓને ધ માર્ગોમાં સ્થિર કર્યાં એવા પરમપકારી
પૂ. આચાર્યશ્રી વિજયભુવનચંદ્રસુરીશ્વરજી મહારાજ
કલિકાલસર્વાંગ ભગવંત શ્રી હેમચ`દ્રાચાય મહારાજની તથા પરમાત્ મહારાજ કુમારપાળના ઉજજવળ નામે શાલતી પાટણ નગરીમાં ખેતરવસીને પાડા પ્રસિદ્ધ છે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતીય ધમપ્રેમી શેઠશ્રી ચુનીલાલ દલછાચંદ પરગજુ સ્વભાવને લીધે સમાજમાં પ્રીતિપાત્ર અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી હરારખાઈ ઊંચી ધર્મનિષ્ઠાથી મહિલાવમાં માનપાત્ર હતાં. આ દંપતીને ત્રણ પુત્રરત્નો હતા : ૧. અંબાલાલ, ૨. ભોગીલાલ અને ૩. વ્રજલાલ. તેમાંના વચેટ તે શ્રી ભોગીલાલના જન્મ સં. ૧૯૫૫ ના ફાગણ સુદ ૧૪ને દિવસે થયા હતા. ભાગીલાલને નાનપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ રુચિ હતી. તેમનુ' લગ્ન પાટણમાં જ શ્રી ગજરાબેન નામના ગુણુસ`પન્ન, ધર્મવૃત્તિ ધરાવતાં સન્નારી સાથે થયુ અને એમના દાંપત્યના ફળસ્વરૂપ કાંતિલાલ નામે પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. તેમ છતાં ભાગીલાલભાઈની ધાર્મિક વૃત્તિમાં એટ આવી નહિ. તેમને ૩૨ વર્ષીની ભરયુવાન વયે સ`સાર પરથી વૈરાગ્ય થયા. આ સમયે લઘુવયસ્ક પુત્ર કાંતિલાલનું મન પણ સંસાર પરથી ઊઠી ગયું. પિતા-પુત્રની બંનેની દીક્ષા લેવાની ભાવનાને જાણી ગજરાબેન પણ દીક્ષાની ભાવનાવાળાં થયાં. શ્રી ભોગીલાલ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org