________________
શ્રી મનુભાઇ વીરજીભાઈ સુતરીયા
શાંતાબહેન મનુભાઈ સુતરીયા
શેઠશ્રી મનુભાઈને જન્મ સાવરકુંડલામાં વિ.સ. ૧૯૭૫માં થયા હતા. જાત મહેનત અને પેાતાના સ્વબળે પેાતાના ધંધા જમાવ્યો. સુતરના વેપારના કારણે સુતરીયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. અપૂર્વી ખંત દીર્ઘદૃષ્ટિ તેમજ ઉચ્ચ આદર્શોને કારણે વ્યાપાર તેમજ જાહેર ક્ષેત્રે વિપુલ ધન અને કીર્તિ પ્રાપ્ત કરી. શેઠશ્રી મનુભાઈએ જેમ લક્ષ્મી ઉપાર્જન કરી જાણો તેમ તેમને સન્માર્ગે વાપરી પણ જાણી, ધાર્મિક ક્ષેત્રે પાલીતાણા ઝઘડીયાના સંધા કાઢયા અને પ્રતિષ્ઠા કરાવી.
શેઠશ્રી મનુભાઈએ પોતાના ધંધા સાથે રાષ્ટ્રિય, સામાજીક ધાર્મિક તેમજ ઔદ્યોગિક જાહેર સેવાની સંસ્થામાં પણ રસ લઈ પેાતાની સેવા આપી છે. ઘણા વર્ષો સુધી સુખચેંબર એફ ક્રામસના ડીરેકટર પદે રહ્યા છે. રેલ્વે એડવાઈઝરી ઓ ના માનદ સભ્ય હતા. તેમજ અનેક વ્યાપાર ઉદ્યોગની સંસ્થાએ સાથે સંકળાયેલા હતા. તેમજ પેાતાની કાઠા સૂઝને કારણે અનેકના સલાહકાર હતા.
તેમના શુશીલ પત્ની શાંતાબેન પણ પતિને પગલે ચાલી અને ધાર્મિક સામાજીક તેમજ સમી સંસ્થામાં રસપૂર્વક ભાગ લઈ લક્ષ્મીના સદ ઉપયોગ કરી રહ્યા છે. જૈન મહિલા મ`ડળ ઘોઘારી મહિલા મ`ડળમાં તન મન ધનથી સેવા આપે છે.