Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
મીજો ભવ.
ધનની ચુગલિક મનુષ્યપણે ઉત્પત્તિ
૨૩
તે ધન સાવાહ અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી મુનિદાનના પ્રભાવે આ જ મૂઠ્ઠીપમાં સીતા મહાનદીના ઉત્તર તટે ઉત્તરકુરુ નામના ક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. ત્યાં રહેલા મનુષ્યેા અષ્ટમતપના અંતે (ત્રણ દિવસના અંતે) આહારની ઇચ્છાવાળા, યુગલરૂપ, ત્રણ ગાઉ ઊંચા, ત્રણ પક્ષ્ચાપમના આયુષ્યવાળા, પર્યંત સમયે પ્રસવવાળા, મઢ્ઢ કષાયવાળા, મમત્વ રહિત, એગણપચાસ દિવસ સુધી પુત્રપુત્રીરૂપ યુગલનું પાલન કરીને પય તે મરણ પામીને તેઓ દેવામાં ઉત્પન્ન થાય છે.
ઉત્તરકુરુમાં ભૂમિએ સ્વભાવથી રમણીય છે, મદ્યાંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા યુગલિક મનુષ્ચાને હમેશાં વાંછિત પદાર્થોને આપે છે. કહ્યું છે કે—
ઉત્તરકુરુમાં કલ્પવૃક્ષ
मज्जंगपमुद्दा तत्थ, दसहा कप्पपायवा । मणुआणमजत्तेण, सह अपिति वंछियं ॥ १० ॥
મદ્યાંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષ ત્યાં હમેશાં મનુષ્યાને યત્ન વન વાંછિત આપે છે.” ૧૦
૧. ત્યાં માંગ કલ્પવૃક્ષ સુ ંદર સ્વાદિષ્ટ મંઢિરા આપે છે, ૨. ભગ વૃક્ષેા ભાજન-પત્ર આપે છે, ૩. તુર્થાંગ વૃક્ષેા વિવિધ લયયુક્ત વાજિંત્રા આપે છે, ૪-૫ દીપશિખા અને ચૈાતિષ વૃક્ષે અતિ અદ્ભુત ઉદ્યોત કરે