Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૫૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ચવવાળી તે કન્યાઆને પીઠી ચાળવાના સ્થાનમાં સ્થાપન કરી તે પછી હર્ષોંથી ઉન્મત્ત થયેલી તે તે જ વિધિ વડે પીઠી ચાળે છે. ક્રીથી બીજા આસન ઉપર બેસાડીને પેાતાની કુળદેવતાની જેમ સુવર્ણ કળશના પાણી વડે તેઓને હવરાવે છે. તે પછી ગધકષાય વસ્ત્ર વડે તેના અંગને લુંછે છે અને નિમળ વસ્ર વડે તેઓના કેશને વીટે છે. તે પછી તેને બીજા આસન ઉપર બેસાડીને રેશમી વસ્ત્રો પહેરાવીને કેશેમાંથી પાણી કાઢીને કાંઈક ભીના વાળાને દિવ્ય ગ્રૂપ વડે સુવાસિત કરે છે.
તેઓના ચરણાને અળતાના રસ વડે સુÀાભિત કરે છે. અંગને સુંદર અંગરાગ વડે વિલેપન કરે છે. ડોક ઉપર, હાથના અગ્ર ભાગમાં, સ્તન ઉપર અને ગાલના ભાગમાં કામદેવની પ્રશસ્તિ હાય એવી પત્રલતા આલેખે છે. કપાળમાં ચંદન વડે સુંદર તિલક અને નેત્રામાં અંજન કરે છે. વિકસિત પુષ્પમાળાઓથી અખાડા આંધે છે. લટકતી દશીઓની શ્રેણીથી શોભતા વિવાહ ચાગ્ય વસ્ત્રો પહેરાવે છે. તેઓના મસ્તક ઉપર વિવાહને ચેાગ્ય મણિથી દેદીપ્યમાન એવા મુકુટ સ્થાપન કરે છે. કાનમાં મણિમય ક ભરણ પહેરાવે છે. કણુ લતામાં દિવ્ય મણિથી શાભતા કુંડલ આરેાપણ કરે છે. ગળામાં કંઠાભરણુ, સ્તનતટ ઉપર હાર, ભુજામાં રત્નમડિત બાજુબંધ, હાથના મૂળ ભાગમાં મેાતીના કકણ પહેરાવે છે. કટિ પ્રદેશમાં અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી શેાભતા મણિમય