Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧
મૃગોને વિષે અષ્ટાપદની જેમ કોઈ પ્રતિમલ ન હતા. પાણના ઘડા મથન કરવાથી જેમ માખણની શ્રદ્ધા પૂર્ણ ન થાય, તેમ ખરેખર તમારી રણશ્રદ્ધા પૂર્ણ થઈ નથી, તેથી તમે પિતાના બીજા ભાઈ સાથે આ યુદ્ધ શરૂ કર્યું છે, તે પિતાના હાથે જ પિતાના હાથને તાડન કરવા જેવું છે. હે રાજન ! મહાવૃક્ષનો નાશ થવામાં હાથીના ગંડસ્થળની ખરજ જેમ કારણભૂત થાય છે, તેમ તમારા યુદ્ધમાં હાથની ખરજ જ કારણભૂત છે. જેમ મન્મત્ત વનના હાથીઓને સંગ વનભંગને હેતુ છે, તેમ તમારી ભુજકીડા પણ વિશ્વના વિનાશ માટે થશે. જેમાં માંસભક્ષી ક્ષણવારના સુખ માટે પક્ષીના કુળને વિનાશ કરે છે, તેમ તમે કીડા નિમિત્તે વિશ્વને સંહાર કરવા માટે કેમ આરંભ કર્યો છે?
ચંદ્રમાંથી અગ્નિની વૃષ્ટિની જેમ જગરક્ષક કૃપાળુ અષભદેવપ્રભુના પુત્ર એવા તમને આ શું યોગ્ય છે? તેથી હે પૃથ્વીપતિ ! સંયમી પુરુષ જેમ સંગથી અટકે તેમ આ ભયંકર સંગ્રામથી અટકે. પોતાના ઘરે જાઓ. તમે આવ્યા એટલે તમારે નાનો ભાઈ બાહુબલિ પણ આવ્યો. તમે ગમે છતે તે પણ જશે. ખરેખર કારણથી કાર્ય થાય છે, જગતના ક્ષયના પાપને ત્યાગ કરવાથી તમારૂં શુભ થાઓ. બંનેયના સૈન્યનું યુદ્ધને ત્યાગ કરવાથી કલ્યાણ થાઓ. તમારા સૈન્યના ભારથી ભૂમિભંગના વિરહથી ભૂગર્ભમાં નિવાસ કરનારા ભવનપતિ વગેરે અસુરેન્દ્ર આદિ સુખી થાઓ, તમારા સૈન્યના