Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪so
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળીને ભરતેશ્વર સ્વામીની અનુજ્ઞા લઈને, ભગવંતની જેમ વાંદવા માટે મરીચિ તરફ જાય છે, જઈને તેને નમસ્કાર કરતાં કહે છે કે – જે તમે વાસુદેવામાં પ્રથમ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થશે, વિદેહમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે, તે તમારા વાસુદેવપણને, ચક્રવતીપણાને કે પરિવ્રાજકના વેષને હું વંદન કરતું નથી, પરંતુ જે તમે ચોવીસમા અરિહંત થશો, તેથી તમને હું વંદન કરું છું, આ પ્રમાણે કહી, બે હાથ જોડી તેને ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કરે છે.
હવે ભરતરાજા જગતના નાથને નમસ્કાર કરી નાગરાજ જેમ નાગપુરીમાં જાય તેમ અધ્યા નગરીમાં જાય છે.
મરીચિ ભરતરાજાની વાણીથી અત્યંત પ્રમોદ થવાથી ત્રણ વખત હાથના આશ્લેટનપૂર્વક આ પ્રમાણે બેલાવા. લાગે છે –
જે હું વાસુદેવામાં પ્રથમ, વિદેહમાં ચક્રવતી અને અંતિમ તીર્થંકર થઈશ, તે આટલાથી મારે સર્વ પૂર્ણ છે. અરિહંતોમાં પ્રથમ મારા પિતામહ છે, ચક્રવતમાં પ્રથમ મારા પિતા છે, અને વાસુદેવામાં પ્રથમ હું છું. આથી મારું કુળ ઉત્તમ છે. જેવી રીતે
એક બાજુ હાથીઓનો સમૂહ અને બીજી તરફ ઐરાવણ. હિય, તેમ એક તરફ ત્રણે લેક અને બીજી તરફ મારું કુળ છે. ગ્રહોમાં સૂર્યની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, સર્વ કુળ કરતાં મારું કુળ શ્રેષ્ઠ છે.