Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૭૭
કર્મો ચારે તરફથી જીર્ણ દેરડાની જેમ તૂટે છે. તે વખતે તે ક્રોડોની સંખ્યાવાળા તે સાધુઓના પણ ઘાતિકર્મો તરત જ તૂટે છે, “તપ એ સર્વને સાધારણ હોય છે.”
માસિક લેખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને વિષે પુંડરીક ગણધરને પ્રથમ કેવળજ્ઞાન થયું, અને પછી તે મહાત્માઓને થયું. તે પછી તે ચગીઓ શુકલધ્યાનના ચોથા પાયામાં રહેલા ગરહિત થયા થકાં નાશ કર્યો. છે. સમસ્ત કર્મ જેણે એવા નિર્વાણ પદવી પામ્યા.
તે વખતે સ્વર્ગમાંથી દેવે આવીને મરુદેવી માતાની જેમ ક્ષણવારમાં ભક્તિ વડે તેઓને નિર્વાણગમન મહત્સવ. કરે છે. " જેવી રીતે ભગવાન કહષભસ્વામી પ્રથમ તીર્થકર થયા, તેવી રીતે શત્રુંજયગિરિ પણ તે વખતે પ્રથમ તીર્થ થયું.
જયાં એક પણ મુનિવર મોક્ષે જાય તે પણ પવિત્ર તીથ થાય, તે જ્યાં તેટલા મહર્ષિઓ સિદ્ધ થાય, ત્યાં તેના પવિત્રપણામાં વળી શું કહેવાનું હોય?
હવે ભરતેશ્વર રાજા શ્રી શત્રુંજયગિરિ ઉપર રત્નશિલામય મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારા રીત્યને કરાવે છે. તેના મધ્યમાં રાજા ચિત્તમાં ચેતનાની જેમ પુંડરીક સ્વામીની પ્રતિમા સહિત શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમાને સ્થાપે છે.
ભગવાન પણ વિવિધ દેશમાં વિચરતા ચક્ષુ આપ