Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૫૦૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્ત્રીએએ શીખવાડી હાય એવી જળની ઊમિએ તેને આલિ’ગન કરતી ક્ષણવાર કંઠમાં, ક્ષણવાર ખડુમાં અને ક્ષણવાર હૃદય ઉપર પડે છે.
આ સમયે અવત ́સ (=કાનના ભૂષણ) રૂપે કરેલ છે કમળને જેણે, ચાલતા મેાતીના કુંડળવાળા તે ભરત પાણીમાં સાક્ષાત્ વરુણદેવની જેમ દેખાય છે. લીલાવિલાસનું સામ્રાજ્ય સ્થાપન કરવા માટે ‘હું પહેલા, હું પહેલાં ’ એમ કરતી સ્ત્રીએ રાજાને પાણી છાંટે છે. અપ્સરા જેવી, જળદેવતા જેવી ચારે તરફથી જળક્રીડામાં આસક્ત તે સ્ત્રીઓ સાથે તે રમે છે. પેાતાના પ્રતિસ્પર્ધિ એવા કમળેાને જોવાથી જાણે સ્ત્રીઓનાં નેત્ર પાણી વડે લાલાશને પામે છે. સ્ત્રીઓનાં અંગામાંથી ધાવાઈ ગયેલા ઘણા અંગરાગ વડે કમવાળા થયેલા તે પાણી યક્ષક મપણાને પામે છે.
આ પ્રમાણે ભરતરાજા વિવિધ પ્રકારે જળક્રીડા ઘણી
વાર કરે છે.
કયારેક તે સૌધર્મેન્દ્રની જેવા તે રાજા સંગીત કરાવવા માટે વિલાસમંડપની સભામાં બેસે છે. ત્યાં વીણા વગાડવામાં ઉત્તમ પુરુષા મંત્રાના આકારની પેઠે સંગીત કમાં પ્રથમ એવા વેણુને ઉત્તમ સ્વરે પૂરે છે. વીણાવાદક કણ ને સુખકારી, પ્રગટ વ્યંજન ધાતુવાળા સ્વર વડે અગ્યાર પ્રકારની વીણાઓને વગાડે છે. રંગાચા (સૂત્રધારા) તે તે કવિત્વને અનુસરતા, નિત્ય અભિનય