Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
નગરી તરફ ચાલે છે. શાકના પૂરની જેમ સેનાથી ઉછળેલી રજ વડે દિશાઓને પણ આમૂળ કરતા, શૈાકાત રાજા અનુક્રમે પેાતાની નગરીમાં પહેાંચે છે. તે વખતે અત્યંત તેના દુઃખથી દુઃખિત સગાભાઈની જેવા આંસુથી યુક્ત નેત્રવાળા નગરલેાકેા વડે જોવાતા ભરતરાજા વિનીતા નગરીમાં પ્રવેશ કરે છે.
તે પછી સ્વામીના ચરણેાને વારંવાર યાદ કરીને વરસ્યા પછી બાકી રહેલા મેઘની જેમ તે રાજા અશ્રુજળના અિ દુઆને વરસાવતા પેાતાના પ્રાસાદમાં પ્રવેશ કરે છે. તે ત્યાં ઊભા રહેતાં, જતાં, સૂતાં અને જાગતાં, મહાર કે અંદર, દિવસે કે રાત્રિએ ચોરાયેલા ધનવાળા કૃપણ જેમ ધનનુ ં ધ્યાન કરે તેમ પ્રભુનું જ ધ્યાન કરે છે. તે વખતે બીજા કારણે પણુ અષ્ટાપદ્ધગિરિના તળમાંથી આવેલા મનુષ્યોને જોઈ તે પૂર્વની જેમ પ્રભુના સ્વરૂપને કહેતા હાય તેમ તે માને છે.
પહેલાં ગૃહવાસમાં રહેવા છતાં પણ પશુની જેવા આ અજ્ઞાની લોકને વ્યવહાર માર્ગોમાં જેમણે પ્રવર્તાવ્યા. છે, પછી દીક્ષા ગ્રહણ કરીને ભગવંતે જલદી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સ`સાર–સમુદ્રમાંથી જગતના લેાકેાને ઉદ્ધાર કરવા ઇચ્છતા જેમણે ધમ પમાડયો તે પ્રભુને તેમ કેમ શાક કરો છે? આ પ્રમાણે કુલમ`ત્રીએ રાજાને કેમેય. કરીને સમજાવીને ધીમે ધીમે રાજ્યકાચમાં પ્રવર્તાવે છે.