Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 551
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ફળ ગ્રહણ કર્યું છે, એ પ્રમાણે સારી રીતે ચિંતન કરતા અપૂર્વકરણના ક્રમ વડે ક્ષપકશ્રેણિમાં ચઢેલા, શુકલધ્યાનને પામેલા તે ભરતેશ્વરને ઘાતિકર્મના ક્ષય વડે, મેઘના પટલને વિનાશ થવા વડે સૂર્યના પ્રકાશની જેમ કેવળજ્ઞાન પ્રકટ થાય છે. તે વખતે સૌધર્મદેવલેકના અધિપતિ શકનું આસન એકદમ કંપાયમાન થાય છે. અચેતન ભાવો પણ મોટા એને મેટાઓની સમૃદ્ધિ કહે છે. ઇંદ્ર અવધિજ્ઞાનથી ભરતરાજાની કેવળજ્ઞાનની ઉત્પત્તિને જાણીને ભક્તિ વડે તેની પાસે આવે છે, કારણકે ભક્તિવંત સ્વામીની જેમ સ્વામીના પુત્રને વિષે પણ આદરવાળા હોય છે, તો વળી કેવળજ્ઞાન પામે છતે તે શું કહેવું. ઇંદ્ર કહે છે કે –હે કેવળજ્ઞાની ! દ્રવ્યલિંગને સ્વીકારે કે જેથી હું વંદન કરું અને તમારે નિષ્કમણ મહોત્સવ કરું. તે પછી બાહુબલિની જેમ ભરતેશ્વર પ્રવજ્યાના લક્ષણરૂપ પંચમુષ્ટિક કેશને લેચ કરે છે. તે પછી, નજીક રહેલા દેવતાએ લાવેલા રજોહરણ વગેરે ઉપકરણ ભરત ગ્રહણ કરે છે. તે પછી જ દેવેન્દ્ર તેમને વંદન કરે છે. वंदिओ देवराएण, तआ य भरहेसरो । न हि वंदिज्जए पत्त-केवलावि अदिक्खिा ॥ ..

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556