Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૩૩
હે તે સ્વામીની પાસે જા.
તે ફરીથી ઋષભસ્વામીના ચરણ પાસે જાય છે, તે પણ તેને પોતાના કર્મથી દૂષિત થયેલાને પ્રભુએ કહેલે ધર્મ રુચતો નથી, ગરીબડા ચાતકને સંપૂર્ણ સરોવર વડે પણ શું? ફરીથી તે મરીચિની પાસે આવીને આ પ્રમાણે કહે છે કે – તમારી પાસે જેવા પ્રકારને પણ છે તેવા પ્રકારને પણ શું ધર્મ નથી? ધમરહિત શું વ્રત હોઈ શકે?
આ પ્રમાણે સાંભળીને મરીચિ વિચારે છે કે – આ કઈક મારા જેવું છે, અહો ! દૈવ વડે સરખે સરખાને આ પેગ લાંબાકાળે થયો. સહાય રહિત એવા મને આ સહાયક થાઓ. એ પ્રમાણે વિચારીને તે આ પ્રમાણે કહે છે કે – “ત્યાં પણ ધર્મ છે અને અહી પણ ધર્મ છે” આ એક દુર્ભાષિત વચન વડે પણ મરીચિ પિતાને કેડા કોડી સાગરોપમ પ્રમાણ ઉત્કટ સંસાર ઉપાર્જન
કરે છે.
તે કપિલને દીક્ષા આપે છે અને પિતાને સહાયક કરે છે. ત્યારથી માંડીને પરિવ્રાજક વ્રત થયું.
| ઋષભસ્વામીના અતિશય
હવે શ્રી ઋષભસ્વામીના વિહારના અતિશ કહેવાય છે – ગ્રામ, આકર, પુર, દ્રોણુમુખ, પાટણ, મડંબ, આશ્રમ, ખેટ પ્રમુખ સંનિવેશથી પરિપૂર્ણ પૃથ્વીતળમાં વિહાર ઋ. ૨૮