Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૪૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેમ, ધ્યાનમાં રહ્યા હોય તેમ, અમિદ્રપણાને પામ્યા હાય તેમ, પરમબ્રહ્મપદને પામ્યા હાય તેવા થયા.
દેશનાને અંતે ભરતરાજા મહાવ્રતને ગ્રહણ કરેલા પેાતાના ભાઈ આને જોઈ ને ઉત્પન્ન થયેલા મનમાં સ`તાપ જેને એવે આ પ્રમાણે વિચારે છેઃ- આ ભાઈ આના રાજ્યને ગ્રહણ કરતાં ભસ્મકરાગીની જેવા નિરંતર અતૃપ્ત મનવાળા અરે ! મેં શું કર્યુ? ભાગફળવાળી આ લક્ષ્મીને મીજાને પણ હું. આપુ છુ, મૂઢ એવા મારુ” તે દાન ભસ્મમાં હામેલા ઘીની જેમ નકામુ જ છે.
કાગડાએ પણ કાગડાઓને મેલાવીને, બીજાઓને આપીને ભાગવે છે, ખાય છે, હું તેા કાગડાઓ કરતાં પણ હીન છું, કારણકે બધુએ વિના ભાગોને ભાગવું છું.
ફરીથી પણ મારા પુણ્યાયવડે જો ફીથી આ અપાતા ભાગેને માસક્ષપણુ કરનાર સાધુઓ ભિક્ષાને ગ્રહણ કરે તેમ ગ્રહણ કરે તેા સારુ, એમ વિચારીને ભરત જગદ્ગુરુના ચરણના મૂળમાં જઈ ને બે હાથ જોડી પોતાના બંધુઓને ભોગ માટે નિમ ંત્રણ કરે છે.
તે વખતે ઋષભનાથ આ પ્રમાણે કહે છે કેઃ:- હે. રાજન્ ! સરલ આશયવાળા. તારા મધુએ મહાસત્ત્વશાળી, મહાવ્રતની પ્રતિજ્ઞાવાળા સંસારની અસારતા જાણીને ચારે તરફથી ત્યાગ કર્યા છે પૂના ભોગાને જેણે એવા એ વમન કર્યાની જેમ ફ્રીથી તેએ ભાગાને સ્વીકારે નહિ.