Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગણેાએ બનાવેલ સમવસરણમાં જગન્નાથ એસે છે અને ધ દેશના કરે છે.
જિનેશ્વરના આગમનના સમાચાર ત્યાં વાયુની જેમ ઉતાવળા નિયુક્ત પુરુષોએ આવીને ભરતેશ્વરને જણાવ્યા. ભરતરાજા તેને પૂર્વની જેટલુ' ઈનામ આપે છે, કારણ કે કલ્પવૃક્ષ દિવસે દિવસે આપવા છતાં પણ ક્ષય પામતું નથી.
તે ભરતચક્રી અષ્ટાપદ્મ પર્વત ઉપર સમવસરેલા સ્વામી પાસે આવીને પ્રદક્ષિણા કરીને નમસ્કાર કરીને આ પ્રમાણે સ્તુતિ કરે છે.—
હે જગત્પતિ! હું' મૂખ હોવા છતાં પણ તમારા પ્રભાવથી તમારી સ્તુતિ કરુ છું, કારણ કે ચંદ્રને જોનારાની મદદૃષ્ટિ પણ નિ`ળ થાય છે,
હે સ્વામી ! 'મેહરૂપી અંધકારમાં ડૂબેલા જગતને પ્રકાશ આપનારા દ્વીપક ! તમારું આકાશની જેમ અનંત કેવળજ્ઞાન જયવંતુ વતે છે. હે નાથ ! પ્રમાદરૂપી નિદ્રામાં ખૂંચેલા મારા જેવા પુરુષોને બેધ કરવા માટે સૂર્યની જેમ તમે વારવાર ગમનાગમન કરેા. હે સ્વામી! લાખા જન્મથી ઉપાજે ટુ કમ તમને જોવાથી વિનાશ પામે છે. કાળે કરીને થીજી ગયેલુ' ઘી પણ અગ્નિ વડે આગળી જાય છે. એકાંત સુષમ કાળ કરતાં પણ આ સુષમ-દુષમકાળ પણ વધારે સારો છે, જ્યાં કલ્પવૃક્ષ કરતાં પણ વિશિષ્ઠ ફળ આપનારા તમે ઉત્પન્ન થયા છે.
•