Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૩૪
શ્રી ઋષભનાથ ચરિત્ર કરતા વૃષભનાથ વર્ષા સમયના મેઘની જેમ ચારે દિશામાં એકસે પચીશ જન સુધી રોગોના ક્ષય વડે અને તાપના શમન વડે લોકો ઉપર અનુગ્રહ કરતા; પતંગ, મૂષક અને શુક વગેરે મુદ્ર જંતુઓના કરાયેલા ઉપદ્રવોને નિવારવા વડે, અનીતિથી રાજાની જેમ સર્વ પ્રજાઓને સુખ પમાડતા, નૈમિત્તિક અને શાશ્વત વૈરોને શાંત કરવાથી, અંધકારને દૂર કરવાથી સૂર્યની જેમ પ્રાણી સમુદાયને પ્રસન્ન કરતા, જેવી રીતે પહેલાં સર્વસુખકારી વ્યવહારમાર્ગની પ્રવૃત્તિ વડે આનંદ પમાડ્યો હતો તેમ, હમણાં ચારેય તરફથી અમારિની પ્રવૃત્તિ વડે પ્રજાઓને આનંદ પમાડતા, ઔષધ વડે અજીર્ણ અને અતિક્ષુધાની જેમ પિતાના પ્રભાવ વડે જગતથી પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને દૂર કરતાં, અંદરના શલ્યની જેમ સ્વચક અને પરચક્રને ભય દૂર થવાથી અત્યંત સંતુષ્ટ થયેલા લોકો વડે કરાતે આગમન–મહોત્સવ જેને એવા, રાક્ષસથી મંત્રના જાણનારા પુરુષથી જેમ સર્વ સંહારક ભયંકર દુષ્કાળથી જગતનું રક્ષણ કરતા, આથી જ લેકે વડે અત્યંત સ્તુતિ કરાતા, અનંત અંદર નહિ સમાતા કેવલજ્ઞાનની જ્યોતિ જાણે બહાર નીકળી હોય એવા સૂર્યમંડળને જીતનારા ભામંડલને ધારણ કરતા, આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક વડે, ચક વડે ચક્રવતીની જેમ શેભતા, આગળ ધર્મદેવજ વડે સર્વકર્મા જયસ્તંભ વડે જાણે શોભતા, આકાશમાં પિતાની મેળે શબ્દ કરતા દિવ્ય દુંદુભિ વડે અત્યંત કરાતા