Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૪૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
-
• તે પૃથ્વી ઉપર રચેલી પીઠ ઉપર વૈમાનિક દેવો રત્નાકરની લક્ષમીનું સર્વસ્વ હોય એવા રત્નમય ગઢને રચે છે. તે ગઢની ઉપર તે દે, માનુષેત્તર પર્વતને વિષે ચંદ્ર અને સૂર્યની માળા હોય એવા માણિક્યના કાંગરાની પરંપરાને કરે છે, તે પછી જ્યોતિષ્ક દે હિમગિરિનું ગોળાકારે કરેલું એક શિખર હોય એવા સુવર્ણથી બનાવેલા મધ્યમ ગઢને કરે છે. તે કિલ્લા ઉપર દીર્ઘકાળ સુધી પ્રેક્ષકજનોના પ્રતિબિંબવાળા ચિત્રસહિત હોય એવા રત્નમય કાંગરાઓ કરે છે. ભવનપતિ દેવ ગોળાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને કરાવનારા ત્રીજા રૂપાના ગઢને કરે છે. ત્યાં તેઓ ક્ષીરસમુદ્રના પાણીમાં રહેલા ગરુડની શ્રેણીના વિશ્વમના કારણભૂત કંચનમય કાંગરાઓની પરંપરાને કરે છે.
વળી તે દેએ દરેક ગઢમાં ચાર ચાર દરવાજા, યાએ વિનીતાનગરીના કિલ્લામાં કર્યા હતા, તેમ કર્યા, દરેક દરવાજામાં વ્યંતરદેવ ચક્ષુની રક્ષા કરનાર અંજનરેખા સરખી ધૂપના તરંગને ધારણ કરનારી ધૂપઘટીઓને મૂકે છે. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં પ્રભુના વિશ્રામને માટે ઘરમાં દેવાલયની જેમ દેવે દેવછંદ કરે છે, વ્યંતર દેવે સમવસરણના મધ્યભાગમાં પ્રવાહણના મધ્યમાં કૃપ સ્તંભની જેવા ત્રણ કેશ પ્રમાણવાળા વીત્યવૃક્ષને વિક છે, હવે તે દેવે ચૈત્યવૃક્ષની નીચે તે ચૈત્યવૃક્ષ મૂળમાંથી કિરણે વડે પલ્લવિત કરતું હોય તેવી રત્નમય પીઠને