Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૪૩
હે નાથ ! તમે પોતે કૃતાર્થ હોવા છતાં પણ ફક્ત લેાકના પરોપકાર માટે વિચારે છે, શું સૂય` પેાતાના માટે પ્રકાશે છે ? મધ્યાહ્નકાળના સૂર્યની જેવા હે પ્રભુ! તમે તપતે છતે પ્રાણીઓના દેહની છાયાની જેમ ચારે તરફથી કમ સ`કાચ પામે છે,
જે તમને સદા જુએ છે, તે તિય ચા પણ ધન્ય છે. તમારા દનથી રહિત સ્વગમાં નિવાસ કરનારા દેવા પણ ધન્ય નથી.
હે ત્રિજગત્પતિ ! જેઓના હૃદયરૂપી ચૈત્યને વિષે તમે એક અધિ દેવતા છે, તે ભવ્યજીવા ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે.
હે નાથ ! પૂજ્યપાદ ભગવંતની પાસે એક પ્રાર્થના કરુ છુ કે– એક ગામથી બીજે ગામ, એક શહેરથી ખીજે શહેર વિચરતા છતાં પણ કયારે ય મારા હૃદયને ત્યાગ કરતા નહી.
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને ઈંદ્ર પોંચાંગથી પૃથ્વીતળને સ્પર્શ કરી પ્રણામ કરી ઈશાન દિશામાં બેસે છે. તેવી જ રીતે પ્રભુના સમાચાર આપવા માટે ત્યાં સ્થાપન કરેલા અષ્ટાપદ્મગિરિના રક્ષક પુરુષો ચક્રવતી ને ‘સ્વામી અહીં સમેાસર્યા છે’ એ પ્રમાણે કહે છે.
દાનશીલ તે ભરત ચક્રવતી જિનેશ્વરના સમાચાર કહેનારા તેઆને સાડા ખાર ક્રોડ સુવણુ આપે છે, તેવા પ્રકારના પુરુષોને ખરેખર તે થાડુ' જ છે.