Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૫
ઉપદેશ આપવા માટે ખરેખર હમણાં સમય વર્તે છે. તેથી બ્રાહ્મી અને સુંદરી પ્રભુની આજ્ઞા મસ્તકે સ્વીકારીને, ચરણોમાં વંદન કરીને બાહુબલિ તરફ જાય છે.
પ્રભુએ જાણવા છતાં પણ તેના માનની એક વર્ષ સુધી ઉપેક્ષા કરી, કારણકે અમૂઢ લક્ષ્યવાળા અરિહંતો યોગ્ય સમયે જ ઉપદેશક હોય છે.
તે આર્યાએ તે પ્રદેશમાં આવ્યા, પરંતુ રજથી ઢંકાયેલા રત્નની જેમ વેલડીએથી ઢંકાયેલા તે મુનિને જેતા નથી. હવે વારંવાર શોધ કરતાં તેઓએ તેવી રીતે વૃક્ષની જેમ રહેલા તેમને કેમે કરીને ઓળખ્યા. નિપુણભાવે તેમને ઓળખીને ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ મહામુનિ બાહુબલિને વંદન કરીને આ પ્રમાણે કહે છે – હે છ આર્ય! પૂજ્ય પિતા ભગવંત તમને આ જણાવે છેઃ “હાથીના સ્કંધ ઉપર ચઢેલાને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી.” એ પ્રમાણે કહીને તે બંને ભગવતી જેમ આવ્યા હતા, તેમ પાછા ગયા.
તે મહાત્મા પણ આ વચન વડે વિસ્મય પામી આ પ્રમાણે વિચારે છે–ત્યાગ કર્યો છે સાવઘગ જેણે એવા વૃક્ષની જેમ કાત્સર્ગમાં રહેલા મને આ અરણ્યમાં હાથી ઉપર ચઢવાનું કેવી રીતે ? ભગવંતની આ શિષ્યાઓ કઈ વખત પણ જૂઠું ન બોલે, તો આ શું છે? હું, મેં ખરેખર લાંબા સમયે જાણ્યું, વ્રત વડે મેટા, નાના બંધુઓને કણ નમસ્કાર કરે એ પ્રમાણે માને એ જ