Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
Yo૮
શ્રી ઋષભનાથ ચરિત્ર આળોટીને આગળના પરિશ્રમને દૂર કરીને ફરીથી તાજે થઈને પૃથ્વીને ધારણ કર. હે વજમાની કૂશ્રેષ્ઠ! ચારે તરફથી પોતાના અંગેને સંકેચીને પિતાની પીઠને દઢ કરીને પૃથ્વીને વહન કર. હે દિગ્ગજો ! પૂર્વની જેમ પ્રમાદથી અથવા અભિમાનથી નિદ્રાને ન કરે. સર્વ આત્માથી સાવધાન થઈને પૃથ્વીને ધારણ કરે, કારણકે આ વજ સરખા પરાક્રમવાળે બાહુબલિ વજ સરખા પરાક્રમવાળા ચક્રવર્તી સાથે મલ્લયુદ્ધ વડે યુદ્ધ કરવા માટે હમણાં ઊભે થાય છે. - હવે તે મહામલે વિજળીના દંડથી તાડન કરેલા ગિરિવર સરખા હાથના આશ્કેટનને કરતા પરસ્પરને બોલાવે છે.
ચંચળ કુંડળવાળા ધાતકીખંડમાંથી આવેલા સૂર્યચંદ્ર સહિત નાના મેરુની જેવા તે બંને લીલા સહિત પગ મૂકવાપૂર્વક ચાલે છે, અવાજ કરતા એ બંને, જેમ હાથીઓ દાંત વડે દાંતને અફળાવે તેમ એકબીજાને હાથ વડે હાથને બળ વડે અફળાવે છે. પ્રચંડ પવનથી પ્રેરાયેલા નજીકના મહાવૃક્ષની જેમ તેઓ ક્ષણવારમાં જોડાય છે, મેઘ વડે ઉન્મત્ત થયેલ મહાસમુદ્રના તરંગની જેમ તે વીરેક્ષણવારમાં ઊંચે જાય છે અને નીચા પડે છે.
હવે તે બન્ને મહાભુજાવાળા સ્નેહથી ભેટતા હોય તેમ ક્રોધથી દેડીને અંગ વડે અંગને પીલતા ભેટે છે, કર્માધીન જીવની જેમ ક્ષણવારમાં છૂટા પડે છે, બાહુયુદ્ધના