Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦e
વિજ્ઞાનને લીધે ક્યારેક કોઈ ક્ષણવાર નીચે અને ક્ષણવારમાં ઊંચો થાય છે, જળના મધ્યમાં રહેલા મસ્થની જેમ વેગ વડે વારંવાર પરાવર્તન કરતા તેઓને “આ ઉપર, આ નીચે એ પ્રમાણે લેકે જાણી શકતા નથી. મહાસર્ષની જેમ તેઓ પરસ્પર બંધનવિજ્ઞાન કરે છે. તરત જ તેઓ ચંચળ વાનરની જેમ છૂટા પડે છે, વારંવાર પૃથ્વી ઉપર આળોટવાથી ધૂળથી વાત થયેલા તે બને પ્રાપ્ત કર્યો છે ધૂળરૂપ મદ જેણે એવા હાથીઓની જેમ શોભે છે. ચાલતા પર્વતની જેવા તેઓના ભારને સહન કરી શકતી ન હોય તેમ પૃથ્વી તેઓના પગના અથડાવાના અવાજથી જાણે ચીસ પાડતી હોય એવી લાગે છે, હવે પ્રચંડ પરાક્રમી ક્રોધ પામેલ બાહુબલિ એક હાથ વડે ચક્રવતીને, અષ્ટાપદ જેમ હાથીને ગ્રહણ કરે તેમ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને હાથી જેમ પશુને ઉછાળે તેમ આકાશમાં ઉછાળે છે, “અહે! બળવાન કરતાં પણ બળવાનની ઉત્પત્તિ મર્યાદારહિત હોય છે.'
ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ, યંત્રમાંથી છૂટેલા પથ્થરની જેમ, તે ભરતેશ્વર આકાશમાર્ગમાં ઘર જાય છે. ઈંદ્ર મૂકેલા વજની જેમ તે આવતા ભરતથી યુદ્ધ જેનારા સર્વે ખેચરે દૂર ભાગે છે, બંનેય સૈન્યમાં મોટો હિહારવ થશે. મોટાઓની આપત્તિનું આગમન કોને પ્રતિકૂળ દુઃખનું કારણ ન થાય?
તે વખતે બાહુબલિ વિચારે છે કે – મારા આ