Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૧૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
ગ્રહણ સરખી, દેવોની સમક્ષ એને ઉત્તમયુદ્ધની પ્રતિજ્ઞાને ધિક્કાર છે. રેષ પામેલે ભરત, તપસ્વી તે જેલેશ્યાને બતાવે તેમ ચકને બતાવતો જેમ જગતને બીવડાવ્યું તેમ મને બીવડાવવા ઈચ્છે છે, જેવી રીતે તેણે બાહુદડનું પ્રરાક્રમ જાણ્યું, તેમ આ ચક્રના પરાક્રમને પણ જાણે, આ પ્રમાણે બાહુબળથી શોભતે બાહુબલિ વિચારતે છતે, તેની ઉપર સર્વ બળવડે ભરત ચકને છોડે છે.
આવતા ચક્રને જોઈને બાહુબલિ વિચારે છે – આ ચક્રને જીણું પાત્રની જેમ દંડ વડે શું શીધ્ર તેડી નાખું! દડાની જેમ રમત વડે મારીને શું પાછું ફેકું ? અથવા કમળપત્રની જેમ લીલા વડે આકાશમાં શું ઉછાળું ! અથવા બાળકના નાળની જેમ પૃથ્વીની મધ્યમાં નાંખી દઉં ? અથવા ચપળ ચકલાના બચ્ચાની જેમ હાથ વડે ગ્રહણ કરું? અથવા અવધ્ય અપરાધી પુરુષની જેમ દૂર ખસેડું? અથવા ઘંટી વડે અનાજના દાણાની જેમ આ ચક્રના અધિષ્ઠાયક હજાર યક્ષોને દંડ વડે શું તેડી નાખું? અથવા એને એ બધું પછી કરવું. પ્રથમ તે એના પરાક્રમની મર્યાદા જાણું. આ પ્રમાણે વિચાર કરતા બાહુબલિની પાસે તે ચક્ર આવીને શિષ્ય જેમ ગુરુને પ્રદક્ષિણા કરે તેમ તેને પ્રદક્ષિણા કરે છે.
કારણકે ચક્રવતીનું ચક્ર સામાન્યથી પિતાના ગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષને વિષે શક્તિમાન થતું નથી, તે વિશેષ કરીને તેવા પ્રકારના ચરમશરીરી મનુષ્યને વિષે કેવી રીતે શક્તિમાન થાય?