Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
४०१
શ્રી ઋષભનાથ ચરિત્ર
તેને સિંહનાદ યુદ્ધ જેનારા દેને પાડી નાંખતે હોય તેમ, આકાશમાંથી ગ્રહ, નક્ષત્ર અને તારાઓને ભ્રષ્ટ કરતે હોય તેમ, કુલગિરિઓના અત્યંત ઊંચા શિખરને ચલાયમાન કરતો હોય તેમ, ચારે તરફથી સમુદ્રના પાણીને ઉછાળતો હોય તેમ, મહાનદીના પૂરના પાણીને ચારે તરફથી કાંઠે ફેલાવતું હોય તેમ સ્વર્ગભૂમિ સુધી વ્યાપ્ત થાય છે. તે અવાજવડે દુષ્ટબુદ્ધિવાળા જેમ ગુરુની આજ્ઞાને ન ગણે તેમ રથમાં જોડેલા ઘોડાઓ લગામને ગણતા નથી, ચાડિયા લેકે ઉત્તમ વાણીને ન માને તેમ હાથીએ અંકુશને ગણકારતા નથી, શ્લેષ્મના રેગવાળા કડવાશને ન જાણે તેમ ઘેડાઓ ચાબૂકને જાણતા નથી, કારપુરુષે લજજાને ન ગણે તેમ ઊંટે નાસિકાના દોરડાને ગણતા નથી. ભૂત ગ્રસિતની જેમ ખરો ચાબૂકના ઘાને જાણતા નથી, કેઈપણ તે નાદવડે ત્રાસ પામતા સ્થિરતાને ધારણ કરતા નથી.
હવે બાહુબલિ પણ સિંહનાદ કરે છે. તે આવા પ્રકારને છે – આવતા ગરુડની પાંખના અવાજની બુદ્ધિથી. એક પાતાળમાંથી બીજા પાતાળમાં પ્રવેશ કરવા માટે ઈચ્છતા હોય તેમ સર્પો વડે, સમુદ્રની મધ્યમાં અંદર, પ્રવેશ કરેલા મેરુપર્વતના મંથનના શબ્દની શંકા વડે ચારે તરફથી ત્રાસ પામતા જળ જંતુઓ વડે, વારંવાર ઇદ્ર મૂકેલા વાના અવાજના સમૂહ વડે પિતાના વિનાશની આશંકા કરતા કંપતા કુલગિરિઓ વડે, કલ્પાંતકાળના પુષ્પરાવર્ત મેઘ વડે મૂકાયેલ વિજળીના અવાજના ભ્રમ.