Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૦૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
ભરતનું પોતાના સૈન્યની આગળ બળપ્રદર્શન
જેવી રીતે અંધકારના સમૂહને દૂર કરવામાં સૂર્યનાં કિરણે અગ્રેસર થાય તેમ તમે શત્રુઓને મર્દન કરવામાં મારા અગ્રેસર સુભટો છે. જેમ ઊંડી ખાઈ હેતે છતે હાથી કિલ્લાની પાસે ન આવે, તેમ તમે સુભટ હોતે છતે કોઈપણ શત્રુ મારી તરફ આવતું નથી. મારું યુદ્ધ પહેલાં જોયું ન હોવાથી તમે આવા પ્રકારની ફોગટ શંકા ન કરે. ભક્તિ એ ખરેખર અસ્થાને પણ ભય જુએ છે.
હે સુભટો ! તમે સર્વ મળીને મારા બાહુબળનું અવલોકન કરે, જેથી ઔષધ વડે રોગની જેમ તમારી શંકા ક્ષણવારમાં નાશ પામશે, આ પ્રમાણે કહીને ચકવર્તી બદનારા પુરુષ પાસે ક્ષણવારમાં ઘણા વિસ્તારવાળો ઊંડે એક ખાડે દાવે છે, દક્ષિણ સમુદ્રને કાંઠે સહ્યગિરિની જેમ તે ખાડાના કાંઠે ભરતેશ્વર બેસે છે. તે ડાબા હાથમાં વટવૃક્ષને વિષે જટાઓની જેમ લટકતી મજબૂત સાંકળો અને પ્રતિસાંકળે બાંધે છે, હજારોની સંખ્યાવાળી તે સાંકળ વડે તે ચક્રવર્તી કિરણો વડે સૂર્યની જેમ, વલ્લીઓ વડે મહાવૃક્ષની જેમ શોભે છે.
હવે તે સુભટને કહે છે કે – સૈન્ય અને વાહન સહિત તમે, મહાશકટને જેમ બળદ ખેંચે તેમ નિર્ભયપણ મને ખેંચો. તમે સર્વ સર્વ બળ વડે મને ખેંચીને આ ખાડામાં પાડો. આ મારા બાહુબળની પરીક્ષા માટે છે, તમારી સ્વામીની અવજ્ઞાનું છળ નથી.